ફરિયાદ:પાદરા-કરજણની લેન્ડગ્રેબિંગની 2 ફરિયાદમાં 4 આરોપીઓ ઝડપાયા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુજપુરમાં સંબંધીઅોઅે જ મહિલાની જમીન પચાવી પાડી હતી
  • ચોરભુજમાં પિતરાઇઅે જમીન પર કબજો જમાવ્યાની ફરિયાદ

વડોદરા ગ્રામ્યમાં પાદરા અને કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લેન્ડગ્રેબીંગના બે ગુના દાખલ કરવામાં આવ્યાં છે. જેમાં ચાર આરોપીઓની અટકાયત થઇ છે. પાદરાના મુજપુર ગામના મીનાબેન જામભા રાઓલ પોતાના પતિ સાથે નાના-નાનીની સેવામાં મુજપુર રહેતા હતા. અરજદાર બહેનના માતા બૈરાજબેનના પિતા મોતીભાઈ શંકરભાઈ પઢીયાર દ્વારા 1950ના વર્ષમાં મુજપુર રેલાઈપુરા ખાતે 0-36-94 ચો.મી જમીન રૂા.1 હજારમાં વેચાણે રાખી હતી. 1995માં અરજદારના માતાના પિતા મરણ જતા જમીન પર અરજદાર બહેનના નાની બૈરાજબેન ખેતી કરતા હતાં.

1999માં નાનીનું મૃત્યું થતા 13 દિવસ પછી અરજદારના માતા શીવુબેનના પિતાના અન્ય કુટુંબના સભ્યોએ જમીન પર ગેરકાયદે કબજો લીધો હતો. અરજદારે કલેક્ટરમાં અરજી કરતા પાદરા પોલીસ મથકમાં આરોપી વનરાજસિંહ છત્રસિંહ પઢીયાર, સુરજબેન ચંદુભાઈ પઢીયાર, વિનોદભાઈ ચંદુભાઈ પઢીયાર (ત્રણેય રહે- મુજપુર,પાદરા) વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગ એક્ટનો ગુનો દાખલ કરી અટક કરાઇ છે. બીજો ગુનો પ્રતાપનગરના ભીખાભાઈ પરમારે નોંધાવ્યો છે.

કરજણના ચોરભુજ ગામે પિતાની 0-45-59 ચો.મી જમીનની સંભાળ માટે પિતાએ તેમના ભાઈના દિકરા ચંદુભાઈ પરમારને ભાગેથી ખેડાણ કરવા આપી હતી. ફરીયાદીના પિતા મરણ પામતા અરજદારે પોતાની જમીનનો ઉપજનો કે કોઇ ભાગ ચંદુભાઈ પરમાર ફરીયાદીને આપતા ન હતાં. ફરીયાદીએ ચંદુભાઈ રામાભાઈ પરમાર વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગની ફરિયાદ કરતાં તેમની અટકાયત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...