• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 3rd Price Reduction For Sayajipura Night Market, 8 Times In 4 Years Offer Solicited, Minimum Upset Value Recommended To Be 1.50 Lakh

નિરસ:સયાજીપુરાના રાત્રી બજાર માટે ત્રીજીવાર ભાવ ઘટાડો,  4 વર્ષમાં 8 વખત ઓફર મગાવવી પડી, મિનિમમ અપસેટ વેલ્યુ1.50 લાખ કરવા ભલામણ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

શહેરના પૂર્વ વિસ્તારના છેવાડે 4 વર્ષ પહેલાં બનાવાયેલા રાત્રી બજારની દુકાનો માટે કોઈ તૈયાર થઈ રહ્યું નથી ત્યારે હવે ત્રીજી વખત તેની મિનિમમ અપસેટ વેલ્યુમાં ઘટાડો કરવાની ભલામણ કરવામાં આવી છે. સયાજીપુરાના રાત્રી બજારની 35 દુકાનો છે અને દરેક દુકાન 24 ચો.મીટરનો વિસ્તાર ધરાવે છે. આ દુકાનો જાહેર હરાજીથી ફાળવવા માટે અત્યાર સુધીમાં 8 વખત પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ આ દુકાનો લેવા માટે કોઈ એ રસ દાખવ્યો નથી.

પ્રથમવાર મિનિમમ અપસેટ વેલ્યુ 6 લાખ અને ડિપોઝિટની 6 લાખ નક્કી કરતા તા એક પણ અરજી આવી ન હતી. જેથી ભાવ ઘટાડો કરીને મિનિમમ વેલ્યુ અને ડિપોઝિટની રકમ 3.11 લાખ રાખી હતી. એ પછી 3 વખત જાહેરાત આપી અરજી મગાવી હતી, પરંતુ કોઈએ રસ દર્શાવ્યો નહતો. ત્યારબાદ રૂા.2.25 લાખની રકમ નક્કી કરવામાં આવી હતી અને તેમાં પણ 3 વખત અરજી મગાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...