તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:પાલિકાના બે કર્મચારી સહિત 395 નવા કેસ, વધુ 35નાં મોત

વડોદરા4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્મશાનોમાં સતત અંતિમવિધિઓ થઇ રહી છે ત્યારે સત્તાવાર એક જ મોત
 • વેન્ટિલેટર પર 111 અને ઓક્સિજન પર 177 દર્દી ઓ સારવાર લઇ રહ્યાં છે

વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 395 કેસ નોંધાયા છે. જેમાં પાલિકાના ચોપડે સત્તાવાર રીતે 1 મોત નોંધાતા મૃત્યુઆંક 256 પર પહોંચ્યો છે. જોકે શહેરના વિવિધ સ્મશાનોમાં કોવિડ પ્રોટોકોલથી 35 મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 395 કેસ નોંધાયા છે. શહેરમાં લેવાયેલા 5,678 નમૂનાઓમાંથી 395 લોકો કોરોના સંક્રમિત જણાતા તેઓને સારવાર હેઠળ ખસેડાયા છે. કુલ પોઝિટિવ કેસનો આંક 31,106 પર પહોંચ્યો છે. પાલિકાએ કોરોનાના કારણે સત્તાવાર રીતે એક મોત જાહેર કરી છે. જોકે બીજી તરફ શહેરના 9 સ્મશાનોમાં કોરોના પ્રોટોકોલથી 35 મૃતદેહોની અંતિમ વિધિ કરવામાં આવી છે.

હાલ વડોદરા શહેરના વિવિધ હોસ્પિટલમાં 3,028 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી વેન્ટિલેટર પર 111 અને ઓક્સિજન પર 177 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાંથી 218 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જેના પગલે ડિસ્ચાર્જનો આંકડો 27,821 પર પહોંચ્યો છે. કોવિડના લક્ષણો જણાતા 6,912 જેટલા લોકો હાલમાં હોમક્વોરન્ટાઈન છે. છેલ્લા 24 કલાકમાં 442 જેટલા લોકો હોમ ક્વોરન્ટાઈનમાંથી બહાર આવ્યા છે. 11 તંબુ સેન્ટરો પર બુધવારે 1793 રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાથી સંક્રમિત 7 બાળ દર્દી પૈકી 2ની હાલત ગંભીર
સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા બાળકો પણ હવે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. બાળકોને કોવિડની સારવાર મળી રહે તે માટે તાજેતરમાં પીડિયાટ્રિક વિભાગમાં શરૂ કરવામાં આવેલા વોર્ડમાં 8માંથી 7 બેડ ભરેલા છે. જે પૈકીના બે બાળ દર્દીઓની હાલત ગંભીર છે.

સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સારવાર માટે આવતા બાળકો પણ કોરોના પોઝિટીવ આવી રહ્યા છે. કોરોના સંક્રમિત બાળકોની સારવાર પણ કોવિડ કેર સેન્ટરમાં કરવામાં આવતી હતી. પરંતુ પીડિયાટ્રિક વિભાગના ડો. શીલા ઐયરની રજૂઆતના આધારે પીડિયાટ્રિક વિભાગના નીચેના માળે આવેલા ઇમરજન્સી વોર્ડમાં બાળકો માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ડો. શીલા ઐયરના જણાવ્યા અનુસાર હાલમાં વોર્ડમાં રાખવામાં આવેલા 8 પૈકીના 7 બેડ બાળ દર્દીઓથી ભરેલા છે. જેમાં ત્રણ દર્દીઓ કોમોર્બીડિટી ધરાવતા બાળકો છે.

અગાઉ ત્રણ બાળ દર્દી દાખલ હતા અને સોમવારે બીજા પાંચ બાળ દર્દી કોવિડ પોઝિટિવ બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી એકને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલમાં કોર્મોર્બીડિટી ધરાવતા બે બાળકોની હાલત ગંભીર છે. પરંતુ રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં એક પણ બાળ કોવિડ દર્દી નોંધાયો નથી.જો કે બાળકોમાં સંક્રમણનું પ્રમાણ વધતા તંત્ર માટે નવી ચિંતા ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો