દારૂની હેરાફેરી:કન્ટેનરમાં સ્ટીલની આડમાં રાજસ્થાનથી વડોદરામાં ઘૂસાડવામાં આવતો 3.95 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, 1ની ધરપકડ, 2 બુટલેગર વોન્ટેડ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે  રૂ.31.77 લાખનો મુદ્દામાલ કબજે કરીને કન્ટેનર ચાલકની ધરપકડ કરી - Divya Bhaskar
પોલીસે રૂ.31.77 લાખનો મુદ્દામાલ કબજે કરીને કન્ટેનર ચાલકની ધરપકડ કરી
  • વિદેશી દારૂ, કન્ટેનર, મોબાઈલ સહિત કુલ રૂ. 31.97 લાખનો મુદ્દામાલ જપ્ત

દિવાળીના તહેવાર ટાણે વડોદરા શહેરમાં દારૂનો જથ્થો પૂરો પાડવા કન્ટેનરમાં સ્ટીલની આડમાં છુપાવી ઘુસાડવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. વિદેશી દારૂના જથ્થાનું કટિંગ થાય તે પહેલા જ ત્રાટકેલી પોલીસે કન્ટેનરના ચાલકને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. જેમાં વડોદરા શહેરના બુટલેગર જગદીશે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કન્ટેનર, વિદેશી દારૂનો જથ્થો, મોબાઇલ ફોન સહિત રૂ.31.77 લાખનો મુદ્દામાલ કબજે કરીને કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે અને વિદેશી દારૂ મંગાવનાર અને મોકલનાર 2 બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે બાતમીને આધારે રેડ પાડી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓ વિદેશી દારૂની હેરાફેરીના નેટવર્કને નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે તેમને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરેલું ટેન્કર વડોદરામાં પ્રવેશ્યું છે અને દશરથ બ્રિજ સ્મશાન પાસે કન્ટેનર પાર્ક કરી દારૂનું કટિંગ થવાનું છે. જેથી પોલીસે મળેલી બાતમીના આધારે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.

પોલીસે કન્ટેનરના ચાલકને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી
પોલીસે કન્ટેનરના ચાલકને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી

રાજસ્થાનના બુટલેગરે વિદેશી દારૂનો જથ્થો મોકલ્યો હતો તપાસ દરમિયાન કન્ટેનર ચાલક લક્ષ્મણસિંહ રાવતને દબોચી લઇ પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં મૂળ રાજસ્થનનો વતમી અને વડોદરામાં રહેતા બુટલેગર જગદીશે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. તેમજ રાજસ્થાનના સુરેન્દ્રસિંહ રાવતે વિદેશી દારૂનો જથ્થો મોકલ્યો હતો. પોલીસે કન્ટેનરની તપાસ કરતા સ્ટીલના બોક્સની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

31.97 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે 3.95 લાખની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો, કન્ટેનર, મોબાઈલ અને અન્ય માલ સામાન મળીને કુલ રૂ. 31.97 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કન્ટેનર ચાલક લક્ષ્મણસિંહ રાવતની ધરપકડ કરી હતી તેમજ બુટલેગર જગદીશ અને રાજસ્થનના સુરેન્દ્રસિંહ રાવતને વોન્ટેડ જાહેર કરી વધુ તાપસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...