તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:3.95 કરોડની ઠગાઈનો આરોપી સુકુમાર જોષી જેલને હવાલે કરાયો

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુકુમાર જોશી સામે ગોત્રી-સયાજીગંજ પોલીસમાં 3 ગુના
  • અગાઉ ધરપકડ કરાયા બાદ 2 દિવસના રિમાન્ડ લેવાયા હતા

બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બોગસ વેચાણ દસ્તાવેજના આધારે સિન્ડિકેટ બેંકના અધિકારી અને વકીલની મદદથી 3.95 કરોડની કેશ ક્રેડિટથી પૈસા મેળવ્યા બાદ મિલકત બારોબાર સિન્ડિકેટ બેંકમાં મોર્ગેજ કરી છેતરપિંડીમાં સંડોવાયેલ સુકુમાર જોષીને આખરે સયાજીગંજ પોલીસે ઝડપી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. સુકુમાર જોશીના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને જેલમાં ધકેલી દીધો હતો.

બિલ્ડર સમીર સુરેન્દ્ર જોશીએ તેમના સાળા સુકુમાર પ્રફુલચન્દ્ર જોશી તથા બીના સુકુમાર જોશી, ધ્રુમીલ સુકુમાર જોશી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો હતો કે, સુકુમાર જોશી અને અન્યોએ મેળાપીપણામાં બંને મિલકતો પર બેંક ઓફ બરોડામાંથી લોન લીધી હોવા છતાં અને ફ્લેટો બની ગયેલા હોવા છતાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી ખોટી સહીઓ કરી તેના આધારે બોગસ વેચાણ દસ્તાવેજ કરી આ મિલકત ખુલ્લા પ્લોટ હોવાનું જણાવી સિન્ટિકેટ બેંકના અધિકારી અને વકીલ સાથે મેળાપીપણું કરી 5 કરોડની લોન મંજૂર કરાવી તે પૈકી 3.95 કરોડની કેશ ક્રેડિટનાં નાણાં મેળવી મિલકતો મોર્ગેજ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...