તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:જિલ્લામાં એક વર્ષમાં 39 હજાર પશુઓની નિ:શુલ્ક સારવાર કરાઇ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે વડોદરા જિલ્લામાં 17 મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી શરૂ કરાઈ હતી
  • 36,966 શિડ્યૂલ દરમિયાન અને કટોકટીમાં 2818 પશુની સારવાર કરવામાં આવી

વડોદરા જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી દ્વારા 39,784 પશુઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી છે. જેમાં 36,966 શિડ્યૂલ દરમિયાન અને કટોકટીમાં 2818 પશુની સારવાર કરવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે 17 ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા હતા.પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર જૈમિલ દવેએ જણાવ્યું હતું કે, રાજ્યના પશુપાલન વિભાગે પશુ આરોગ્ય માટે જી.વી.કે- ઇ.એમ.આર.આઇ.ના સહયોગથી 108 જેવી સેવાઓ આપતાં ફરતા પશુ દવાખાના સમગ્ર રાજ્યમાં ચાલુ કર્યા છે.

એક મોબાઈલ એનિમલ ડિસ્પેન્સરી સાથે 10 ગામ જોડવામાં આવ્યા છે. આ દવાખાના પશુ આરોગ્યની સેવા વિનામૂલ્યે આપે છે. પશુપાલકો કટોકટીના સંજોગોમાં 1962 પર કોલ કરી તેમના વિસ્તારના ફરતા પશુ દવાખાનાની આરોગ્ય સેવાઓ તેમના ગંભીર રીતે બીમાર કે ઇજાગ્રસ્ત પશુ માટે મેળવી શકે છે. આ દવાખાના માટે એવા વિસ્તારો પસંદ કરવામાં આવ્યાં છે. જ્યાં નજીકમાં પશુ સારવારની સેવાઓ ઉપલબ્ધ નથી. આ પ્રત્યેક વાનમાં એક પશુ ચિકિત્સક અને મદદનીશ કમ વાહન ચાલક સારવાર સેવાઓ આપે છે.

જિલ્લામાં 17 ફરતા દવાખાના શરૂ કરાયા
વડોદરા તાલુકા અને જિલ્લામાં નંદેસરી, સિંધરોટ, પાદરામાં મુવાલ, સરસવણી કરજણમાં કણભા, કરમડી, શિનોરમાં આનંદી, વાણીયાદ, ડભોઇમાં કરનાળી, સીમલીયા, વાઘોડિયામાં અમરેશ્વર, રાજપુરા, સાવલીમાં વેમાર, ચાંપાનેર અને ડેસર તાલુકામાં વલાવાવ અને વરસડા સહિત 17 ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...