તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:4 શહેરોમાં ખાનગી હૉસ્પિટલોની 3895 કરોડની કમાણી, દવાના 1300 કરોડ; કન્સલ્ટેશન ફીના 537 કરોડ લીધા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બીજી લહેરમાં 17 માર્ચથી 5 જુલાઈની વચ્ચે 3.35 લાખ દર્દીઓ સંક્રમિત થયા, 1.13 લાખ ખાનગીમાં દાખલ
  • હૉસ્પિટલોએ કોરોનામાં કેટેગરી મુજબ જુદા-જુદા ચાર્જ વસૂલ્યા
  • અમદાવાદમાં સાૈથી વધુ 30 હજાર દર્દીઓએ 1100 કરોડનાં સારવાર બિલ ચૂકવ્યાં
  • માઈલ્ડ સિમ્પ્ટોમેટિક દર્દીઓએ પણ કોરોનાની સારવારનાં તોતિંગ બિલ ચૂકવવા પડ્યાં

કોરોનાના સેકન્ડ વેવમાં 17 માર્ચથી 5 જુલાઇ સુધી રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 4 મહાનગરોમાં 3.35 લાખ જેટલા નવા દર્દીઓ આવ્યા હતા, જે પૈકી 1.13 લાખ જેટલા દર્દીએ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલો સિવાયની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી. આ દર્દીઓ પાસેથી ખાનગી હોસ્પિટલોએ સારવાર પેટે અંદાજે રૂા.3895 કરોડ વસૂલ્યા છે. માત્ર અમદાવાદ શહેરમાં ખાનગી હૉસ્પિટલોએ 30 હજાર દર્દીઓ પાસેથી 1100 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. ચાર શહેરોમાં 537 કરોડ રૂપિયા ડૉક્ટર્સને કન્સલ્ટન્સી પેટે ચૂકવવામાં આવ્યા હતા જ્યારે 1300 કરોડ રૂપિયાની દવાઓ વપરાઈ હતી.

દરેક શહેરોમાં હોસ્પિટલોએ જુદી જુદી કેટેગરીમાં જુદા જુદા ચાર્જ વસૂલ્યા છે. રાજકોટમાં આ ચાર્જની વસૂલાત વધુ કરાઈ છે. હોમ ક્વોરેન્ટાઇન થયેલા દર્દીઓ પૈકી પણ શહેરોમાં ઓક્સિજન, રેમડેસિવિરની જરૂરિયાત મુજબ જુદી જુદી હતી. આ વિશે વડોદરાની ગોત્રી હોસ્પિટલના કોરોના એડવાઇઝર ડો.શિતલ મિસ્ત્રી કહે છે કે બીજા વેવ દરમિયાન કુલ બેડ 11,000 હતા, તે પૈકીના 3,000 બેડને સરકારી બેડ તરીકે કાઢી નાંખીએ તો ખાનગી હોસ્પિટલના 8000 બેડ પર દર્દીઓ હતા. ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 48 હજાર દર્દીઓ સારવાર લીધી છે.’

ખર્ચઃ વાંચો 110 દિવસ દરમિયાન 4 શહેરોમાં ક્યાં કેટલો ખર્ચ

શહેરકુલ દર્દીખાનગીમાંવેન્ટિલેટર પરઓક્સિ./સાદા બેડખર્ચ
અમદાવાદ1.68 લાખ30,00010,00020,0001100 કરોડ
વડોદરા73,00048,00012,00036,000975 કરોડ
સુરત87,47227,00011,00016,0001080 કરોડ
રાજકોટ33,1818,0004,5003,500740 કરોડ

હિસાબઃ દર્દીઓ પાસેથી વડોદરામાં માત્ર 60 દિવસમાં આ રીતે થઈ સારવારની વસૂલાત

વેન્ટિલેટર, ICU બેડ પર

12,000 દર્દીઓસરેરાશ બિલ 4 લાખરૂ. 480 કરોડ

સામાન્ય ઓક્સિજન પર

27,000 દર્દીઓસરેરાશ બિલ 1.5 લાખરૂ. 405 કરોડ
સાદા બેડ પર9000 દર્દીઓસરેરાશ બિલ 1 લાખરૂ. 90કરોડ
કુલરૂ. 975 કરોડ

( આંકડા 3 સરકારી અને 2 ખાનગી તબીબો સાથેની વાતચીત અને હોસ્પિટલમાં દાખલ દર્દીની સારવાર સરેરાશ 10 દિવસ ચાલે તે ગણતરીના આધારે 60 દિવસનો હિસાબ)

તબીબોનો ચાર્જ130.80 કરોડ
રૂમ ચાર્જ145.80 કરોડ
લેબોરેટરી ચાર્જ198.94 કરોડ
દવાઓ-રેમડેસિવિર443.38 કરોડ
પીપીઈ કિટ56.08 કરોડ

વડોદરામાં 73 હજારમાંથી ખાનગીમાં 48,000ની સારવાર, 975 કરોડ વસૂલ્યા

કુલ દર્દીખાનગીમાં દાખલ
73,00048,000

​​​​​​​વડોદરામાં આ 110 દિવસ દરમિયાન કુલ 73000 દર્દીઓ પૈકી સરકારી હોસ્પિટલોમાં 25 હજાર અને 48 હજાર દર્દીઓએ ખાનગીમાં સારવાર લીધી હતી. તે પૈકીના બેડ પર 80 દિવસમાં 10-10 દિવસની એક સાઇકલની ગણતરીએ હોસ્પિટલોમાં 48000 દર્દીની સારવાર થઇ હતી. જે પૈકી 12 હજાર દર્દી વેન્ટિલેટર પર, 27 હજાર ઓક્સિજન પર અને 9 હજાર દર્દીએ માઇલ્ડ કોરોનાની સારવાર લીધી. આ હિસાબે રૂા.975 કરોડની વસૂલાત ખાનગી હોસ્પિટલોએ કરી હતી. વડોદરામાં સત્તાવાર આંકડા મુજબ 4000 દર્દીએ બહારગામના હતા.

અમદાવાદમાં 1.68 લાખમાંથી ખાનગીમાં 30,000 દર્દીના 1100 કરોડ વસૂલ્યા

કુલ દર્દીખાનગીમાં દાખલ
1.68 લાખ30,000

​​​​​​​અમદાવાદમાં 110 દિવસમાં 1,68,000 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી ખાનગીમાં 30,000 દર્દીઓએ જ સારવાર લીધી હતી. જેનો ખર્ચ રૂા.1100 કરોડ થાય છે. અન્ય શહેરોની સરખામણીએ અમદાવાદના સરેરાશ બિલ પણ વધુ થયા હતા. હોસ્પિટલોમાં 10 હજાર દર્દી વેન્ટિલેટર પર હતા, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 16 હજાર દર્દીએ ઓક્સિજન પર અને સાદા બેડ પર ખાનગી હોસ્પિટલોમાં 4 હજાર દર્દીએ જ સારવાર લીધી હતી. મોટી સંખ્યામાં હોમ આઇસોલેશનમાં દર્દીઓ દાખલ થયા જેમાં પણ ઓક્સિજન ઘરે લાવીને સારવાર લેતા જંગી ખર્ચ થયો હતો.

સુરતમાં 87,472માંથી ખાનગીમાં 27,000 દર્દીના 1080 કરોડ વસૂલ્યા

કુલ દર્દીખાનગીમાં દાખલ
87,47227,000

​​​​​​​સુરતમાં સરકારી હોસ્પિટલોમાં સારી વ્યવસ્થા અને સંખ્યાબંધ હોસ્પિટલો સાથે એમઓયુ કરાયા હોવાથી 87,472 પૈકી 27000 દર્દી જ ખાનગીમાં ગયા હતા. જ્યાં તબીબોના ઊંચા બિલ ચૂકવવાનો વારો આવ્યો હતો. આ દર્દીઓ પૈકી 11 હજાર દર્દીઓ વેન્ટિલેટર-આઇસીયુમાં ,9 હજાર ઓક્સિજન બેડ પર અને 7 હજાર માઇલ્ડ દર્દીઓએ ખાાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી. ખાનગી હોસ્પિટલોએ રૂા.1080 કરોડની કમાણી કરી હતી. સુરતમાં 25 હજાર કરતા પણ વધુ લોકોએ હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હતી.

રાજકોટમાં 33,181માંથી ખાનગીમાં 8,000 દર્દી, 740 કરોડની કમાણી

કુલ દર્દીખાનગીમાં દાખલ
33,1818,000

​​​​​​​રાજકોટમાં 33,181 પોઝિટિવ દર્દી પૈકીના માત્ર 8000 દર્દીઓએ કોરોનાની સારવાર ખાનગીમાં લીધી હતી. જોકે હોસ્પિટલોએ મોટા બિલની વસૂલાત કરી હતી. રાજકોટમાં આટલા ઓછા દર્દીઓ હોવા છતાં રૂા. 740 કરોડ હોસ્પિટલોએ સારવારના નામે વસૂલ્યાં છે. કારણ કે જે લોકો માઇલ્ડ સિમ્પ્ટોમેટિક હતા. તેમને પણ હોસ્પિટલની સારવાર દરમિયાન ઊંચા બિલ ચૂકવવા પડ્યા હતા. રાજકોટમાં પાલિકા કે તંત્ર દ્વારા વધુ વસૂલાત કરતા હોસ્પિટલ પાસેથી વધુ રકમની વસૂલાતની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેના લીધે હોસ્પિટલોએ બેફામ ચાર્જ વસૂલ્યો હતો.

રાજ્યનાં 4 મોટાં શહેરોમાં ચાર્જની ગણતરી આ રીતે કરવામાં આવી
વેન્ટિલેટર-આઇસીયુના દર્દીનો કુલ સરેરાશ હોસ્પિટલ ચાર્જ રૂ. 4થી રૂ. 6 લાખ, સાદા આઇસીયુના દર્દીનો ચાર્જ રૂ.1.5 લાખથી રૂ. 2.25 લાખ અને માઇલ્ડ દર્દીઓનો ચાર્જ રૂ. 1થી રૂ. 1.5 લાખ જેટલો ખાનગી હોસ્પિટલોએ વસૂલ્યો છે. મહાનગરોમાં જે પોઝિટિવ દર્દીઓ આવ્યા છે તે પૈકી મોટાભાગના દર્દીઓએ ઘરે રહીને હોમ આઇસોલેશનમાં પણ સારવાર મેળવી છે. તબીબોના જણાવ્યા મુજબ હોમઆઇસોલેશનમાં 5 ટકા દર્દીઓએ રેમડેસિવિર ઇન્જેક્શન લેવાની જરૂર પડી હતી. આવા દર્દીઓના હોસ્પિટલનો સરેરાશ ખર્ચ રૂ.50 હજારની આસપાસ થયો હતો. જ્યારે હોમ આઇસોલેશનમાં સાદી સારવાર લીધી હતી તેમનો પણ લેબોરેટરીના રિપોર્ટસ સાથેનો સરેરાશ ખર્ચ રૂ.15 હજાર જેટલો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...