તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:એક જ દિવસમાં 38 મોત, ખાસવાડી સ્મશાનમાં રાત્રે બે કલાકમાં જ 7 મૃતદેહોની અંતિમવિધિ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દર કલાકે 10 લોકો પોઝિટિવ, સાૈથી વધુ પશ્ચિમ વિસ્તારમાં 62 સંક્રમિત, પહેલીવાર 239 નવા કેસ
 • ક્રિકેટર યુસુફ પઠાણ સંક્રમિત, હોસ્પિટલ બેડ પર 206 દર્દીઓ વધ્યા
 • સૌથી વધુ 75 દર્દી આઇસીયુમાં દાખલ

શનિવારે કોરોનાના રેકોર્ડ બ્રેક નવા 239 દર્દીઓમાં સંક્રમણ ફેલાતાં પહેલીવાર કોરોનાની ડબલ સેન્ચ્યુરી નોંધાઇ હતી. જેમાં અલકાપુરી, સુભાનપુરા, ગોરવા સહિતના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ 62 કેસો નોંધાયા હતા. જાણીતા ક્રિકેટર યુસુફ પઠાણનો શનિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની સારવાર દરમિયાનનો મોતનો સિલસિલો પણ જારી રહેતા સયાજી હોસ્પિટલમાં 25 અને ગોત્રી હોસ્પિટલમાં 12થી વધુ સહિત શહેરમાં 38 દર્દીઓનો કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા.

આ આંક આગામી દિવસોમાં 50ને વટાવે તેવી શક્યતા છે. ખાસ કરીને જ્યારે 28 દર્દીઓ તો ઇન્વેઝિવ વેન્ટિલેટર પર હોવાની તંત્ર સ્પષ્ટતા કરી ચૂક્યું છે. જ્યારે અન્ય વેન્ટિલેટરો પર 300થી વધુ દર્દી સારવાર હેઠળ છે. 24 કલાકમાં હોસ્પિટલોની કોરોના બેડ પર 206 દર્દીનો વધારો થયો હતો. જેમાંથી સૌથી વધુ આઇસીયુમાં 75 દર્દીઓ દાખલ થયા હતા. 108 દર્દીઓને ડિસ્ચાર્જ અપાતા દર્દીઓની સંખ્યા વધીને 25,731 થઇ ગઇ છે.

ખાનગી હોસ્પિટલની નફ્ફટાઇ, કોરોનાના દર્દીનો મૃતદેહ પ્લાસ્ટિક વીંટાળીને મોકલ્યો
ગાઇડલાઇન મુજબ કોરોના પોઝિટિવ મૃતદેહને થ્રી લેયર બેગમાં સ્મશાનમાં લવાય છે. પરંતુ વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાંથી મોકલાયેલા 64 વર્ષની મહિલાના મૃતદેહને થ્રી લેયર બેગની જગ્યાએ વરસાદથી બચવા માટે વપરાતા સાદા પ્લાસ્ટિકથી વિટાળીને સેલોટેપ મરાઇ હતી. મૃતક કિડનીની બીમારી હોવાથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા બાદ શનિવારે સવારે જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

5 દિવસમાં કોરોના પ્રોટોકોલ સાથે 104 મૃતદેહોની અંતિમવિધિ કરાઈ
શહેરમાં કોરોના પોઝિટિવ આંક વધવા સાથે મૃત્યુનો ગ્રાફ પણ ઊંચે જઈ રહ્યો છે. કારેલીબાગ ખાસવાડી, અકોટા, વાસણા અને ગોત્રી ખાતે કોવિડ સંક્રમિત મૃતદેહોની અંતિમ વિધિ કરાય છે. ખાસવાડી સ્મશાનમાં 5 દિવસમાં કોરોના પ્રોટોકોલ સાથે 104 સંક્રમિત અને શંકાસ્પદ મૃતદેહની અંતિમવિધિ કરાઇ હતી. શનિવારે સાંજ સુધીમાં 20 મૃતદેહોની અંતિમ વિધી થઇ હતી.

62ની ગેસ ચિતામાં વિધિ

તારીખલાકડા ચિતાગેસ ચિતાકુલ
23 માર્ચ31114
24 માર્ચ21315
25 માર્ચ17926
26 માર્ચ91322
27 માર્ચ111627
કુલ4262104

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો