હાલાકી:સુરસાગરના બ્યૂટિફિકેશનમાં ખર્ચેલા 38 કરોડ ‘પાણીમાં’

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અગાઉ ભોંયરી હતી જેનાથી  સુરસાગર તળાવની સપાટી વધે તો પાણીનો નિકાલ થઇ જતો હતો, જે તૂટી જતાં સમસ્યા સર્જાઇ - Divya Bhaskar
અગાઉ ભોંયરી હતી જેનાથી સુરસાગર તળાવની સપાટી વધે તો પાણીનો નિકાલ થઇ જતો હતો, જે તૂટી જતાં સમસ્યા સર્જાઇ
  • બ્યૂટિિફકેશન વેળા સપાટી વધે તો પાણીના નિકાલની વ્યવસ્થા ભૂલાઇ, વરસાદી પાણીનો ભરાવો થતાં 2 ફૂટ રેલિંગ ડૂબી ગઈ, હવે 15 દિવસ સુધી પાણી ઉલેચાશે

અધધ 38 કરોડ રૂપિયાના ખર્ચે ઐતિહાસિક સુરસાગરનું બ્યૂટિફિકેશન કરવામાં આવ્યું હતું. જોકે અને પહેલા વરસાદમાં જ તળાવની રેલિંગ બે ફૂટ જેટલી પાણીમાં ગરકાવ થઇ ગઈ છે. હવે તળાવમાંથી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યા છે. આ પંપ સતત 15 દિવસ સુધી ચલાવાય ત્યારે રેલિંગ બહાર દેખાશે અને તેના માટે 4.20 કરોડ લિટર પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાશે. શહેરમાં વિતેલા સપ્તાહમાં પડેલા ધોધમાર વરસાદના કારણે સુરસાગરમાં પાણી વધ્યું હતું. જેથી વોકવે અને રેલિંગ પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. જોકે હાલમાં એક પગથિયાનો ભાગ અને બે ફૂટ રેલિંગ પાણીમાં ગરકાવ છે. સુરસાગરમાંથી પાણીનો નિકાલ કરવા પાલિકાએ જૂની ભોંયરી શોધી કાઢી છે કે જે ભૂતકાળમાં તૂટી ગઈ હતી અને તેનું હવે આગામી દિવસોમાં કેચપિટ સાથે જોડાણ કરાશે. હાલમાં આ કેચપિટ મારફતે સુરસાગરનું વધારાનું પાણી ઠલવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...