કલાસ વન અધિકારી બનવા માટે જીપીએસસીની પરીક્ષા રવિવારે વડોદરામાં પરીક્ષા 45 બિલ્ડિંગોમાં યોજાઇ હતી. વડોદરા મેરોથોનના પગલે મુખ્ય મથક સુધી પહોંચવામાં સ્ટાફને ફરીફરીને જવું પડયું હતું. 10 રૂટો પર ઓન એકઝામ ડયુટી લખેલી ગાડીમાં પેપરો રવાના કરાયા હતા. જિલ્લામાં 10696 પરીક્ષાર્થીઓમાંથી માત્ર 3783 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 6913 ગેરહાજર રહ્યા હતા. કલાસ વન અધિકારી માટે પરીક્ષા રવિવાર 8 તારીખે યોજાઇ હતી.
વડોદરા જિલ્લામાં 45 બિલ્ડિંગો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે વડોદરામાં મેરેથોન હોવાથી પરીક્ષાની કામગીરી ખોરવાઇ નહિ તે માટે આગોતરું આયોજન કરાયું હતું. સવારે 10 વાગ્યે પ્રથમ પેપર પહેલા પરીક્ષા કેન્દ્રો સુધી પેપરો પોહંચડવા માટે ડીઇઓ કચેરી,જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ તથા પોલીસ વિભાગ પાસે જવાબદારી હતી.
કલેકટર કચેરી ખાતે પેપરો માટે સ્ટ્રોંગ રૂમ બનાવાયો હતો. ત્યાં પહોંચવા સરકારી કર્મચારીઓને મેરોથોન દોડના પગલે ફરીફરીને જવું પડયું હતું. 10 રૂટ પર પોલીસ બંદોબસ્ત સાથે પેપરો પહોંચાડાયા હતા. ગાડીઓ પર ઓન એકઝામ ડયુટીના સ્ટીકર મારીને સમયસર પહોંચે તેવી વ્યવસ્થા કરાઇ હતી. જિલ્લામાં 10696 પરીક્ષાર્થીઓમાંથી માત્ર 3783 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 6913 ગેરહાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.