કોરોના વડોદરા LIVE:કોરોનાના કેસો ઘટ્યા પણ મૃત્યું નહીં, આજે વધુ 4 દર્દીના મોત, નવા 336 કેસ, વધુ 397 કોરોના મુક્ત થયા

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 3587 થઇ ગઇ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર-જિલ્લામાં આજે 336 કેસ નોંધાયા હતા. કોરોના કેસની કુલ સંખ્યા 1,32,121 ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ 397 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 1,27,832 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. શનિવારે વધુ 4 દર્દીના મોત થયા હતા. આમ અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 698 ઉપર પહોંચ્યો છે.

એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 3587 થઇ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 3587 થઇ ગઇ હતી. હાલમાં વેન્ટિલેટર પર 14 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે અને 76 દર્દી ઓક્સિજન પર છે. હાલ હોસ્પિટલોમાં 242 દર્દી દાખલ છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરા શહેર અને જિલ્લામાં આજે ફતેપુરા, વાધોડિ યારોડ, સમા, કિશનવાડી, નવીધરતી, વડસર, રામદેવનગર, સવાદ, હરણી, દંતેશ્વર, ગોત્રી, યમુનામીલ, શીયાબાગ, ગોરવા, પાણીગેટ, અકોટા, વારસીયા, બાપોદ, છાણી, કપુરાઇ, માંજલપુર, એકતાનગર, તરસાલીમાં નવા કેસો નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ વડોદરામાં ઝોન પ્રમાણે આજે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 54, પશ્ચિમ ઝોનમાં 75, ઉત્તર ઝોનમાં 64 અને દક્ષિણ ઝોનમાં 64 કેસ નોંધાયા હતા. બીજી તરફ વડોદરા રૂરલમાં 79 કેસ નોંધાયા હતા.

મ્યુકોરમાઇકોસિસની સારવાર દરમિયાન એક દર્દીનું મોત
ગોત્રી હોસ્પિટલમાં શનિવારે કોરોનાની સારવાર દરમિયાન 3 વૃદ્ધોનાં મોત નિપજ્યાં હતાં. ગોત્રી હોસ્પિટલમાં 85 વર્ષના છાણીમાં રહેતા વૃદ્ધનું, વાઘોડિયા રોડ પરના 78 વર્ષીય વૃદ્ધ અને ગોધરાના 63 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ વૃદ્ધ કિડનીની બીમારીથી પીડાતા હતા અને તેમણે કોરોના પ્રતિરોધક એક પણ રસી લીધી ન હતી. બીજી તરફ મ્યુકોરમાઇકોસિસની સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં એકનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...