નડતરરૂપ દબાણોનો સફાયો:ખોડિયારનગરથી વ્રજ કોમ્પ્લેક્સ સુધીના 36 દબાણો તોડી પડાયાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના ન્યૂ વીઆઈપી રોડ ખોડિયાર નગર પાસે રોડ પહોળો કરવા માટે દબાણો જમીનદોસ્ત કરાયાં હતાં. - Divya Bhaskar
શહેરના ન્યૂ વીઆઈપી રોડ ખોડિયાર નગર પાસે રોડ પહોળો કરવા માટે દબાણો જમીનદોસ્ત કરાયાં હતાં.
  • ઓપરેશન ડિમોલેશન| 30 મીટરની રોડ લાઈનમાં નડતરરૂપ દબાણોનો સફાયો
  • કાચા​​​​​​​-પાકા મકાનો, દુકાન, કમ્પાઉન્ડ વોલ, શેડ, ઓટલા બનાવી દેવાયા હતા

શહેરના પૂર્વ વિસ્તારમાં 30 મીટરની રોડ લાઈનમાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને તેમાં કોઈ વિરોધ ઉભો થયો ન હતો. શહેરના સયાજીપુરા વિસ્તારમાં આવેલા ખોડીયાર નગર થી વ્રજ કોમ્પ્લેક્સ વાળા રોડ પહોળો કરવાની કવાયત લાંબા સમયથી ચાલી રહી હતી. ટીપી 6 હેઠળના આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે 30 મીટરનો રોડ કરવાની માંગ ઊભી થઈ હતી અને તેના માટે રોડ લાઇન પણ મંજૂર થયેલી છે.જોકે, દિવાળી પૂર્વે દબાણ દૂર થાય તેવી રજૂઆત કોંગ્રેસની આગેવાનીમાં પાલિકામાં વ્યક્ત કરાઈ હતી.

અલબત્ત બીજી તરફ ખોડીયારનગર રોડ લાઇન માં નડતર રૂપ દૂર કરવા માટે સંમતિ આપવામાં આવી હતી.જેથી,પાલિકા દ્વારા ખોડીયાર નગર ચાર રસ્તાથી વ્રજ કોમ્પલેક્ષ સુધીના 30 મીટરના રસ્તા રેશામાં આવતા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં અને વહીવટી વોર્ડ નંબર 09 માં સમાવિષ્ટ ટીપી ન.-6ના સયાજીપુરા ખાતે પાલિકા દ્વારા રસ્તો પહોળો કરવા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ માર્ગ ઉપર આવેલા કાચા-પાકા મકાનો, દુકાન, કમ્પાઉન્ડ વોલ, શેડ, ઓટલા સહિતના 36 જેટલા દબાણો પાલિકાએ તોડી પાડી રસ્તો ખુલ્લો કર્યો હતો. આ કામગીરી દરમિયાન જમીન-મિલકત શાખાનો સ્ટાફ બાપોદ પોલીસ મથકના જવાનો , વીજ કંપનીની ટીમનો સ્ટાફ સહિતના જુદા જુદા સરકારી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.રોડ લાઈનમાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને તેમાં કોઈ વિરોધ ઉભો થયો ન હતો અને કોઇ પણ પ્રકારની કોઈ અપ્રિય ઘટના બની ન હતી.

અન્ય સમાચારો પણ છે...