શહેરમાં ચાલી રહેલા મચ્છરજન્ય રોગચાળામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ગુરુવારે 246 ટિમ બનાવી શહેરના 266 વિસ્તારમાં કામગીરી હતી. જેમાં 10,975 મકાનમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. તેમજ મચ્છરના પોરા નાબૂદ કરવા માટે બે શાળા અને 29 કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ એ જાહેર કરેલામાં આંશિક રાહત જોવા મળી છે.
આરોગ્ય વિભાગ મુજબ ડેન્ગ્યુના 36 શંકાસ્પદ દર્દીઓ પૈકી ત્રણ પોઝિટિવ આવ્યા હતા જ્યારે ચિકન ગુનિયાના 12 શંકાસ્પદ દર્દીઓ પૈકી 1 દર્દીને પોઝીટીવ આવ્યો હતો. મેલેરિયાના 1254 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે સ્વાઈન ફ્લૂના સી કેટેગરીના બે દર્દી નોંધાયા હતા.
શહેરમાં મચ્છરનો ઉપદ્રવ ઠંડી વધતાની સાથે ફરી એક વખત ચાલુ થયો છે. જોકે સૌથી રાહતની વાત આરોગ્ય વિભાગ માટે એ છે કે ડેન્ગ્યુને પગલે હજુ સુધી એક પણ મોત નોંધાયું નથી. છેલ્લા ઘણા સમયથી 70ની ઉપર શંકાસ્પદ દર્દીઓ નોંધાતા હતા જેનો આંકડો પણ નીચે આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.