તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:હુમલાના વિરોધમાં 3500 તબીબોએ OPD બંધ રાખી

વડોદરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વારસિયાના તબીબને દર્દીના મિત્રે લાફા માર્યા હતા
 • હુમલોખોરોને જામીન મળતાં ફરી આવેદન અપાશે

વારસિયાની કિડની કેર હોસ્પિટલના તબીબ પર હુમલાના બનાવના વિરોધમાં આઇએમએ દ્વારા જાહેર કરેલા ઓપીડી બંધના વિરોધમાં 3500 જેટલા તબીબો જોડાયા હતા. આ તબીબોએ ગુરુવારે આખો દિવસ ઓપીડી બંધ રાખી હતી. બીજી તરફ આઇએમએની સાથે આ ઓપીડી બંધમાં ડેન્ટલ ડોક્ટર્સ એસો.ના 500 અને ફિઝિયોથેરાપીને 100 તબીબ પણ જોડાયા હતા. જોકે ડો. પ્રતીક શાહના હુમલામાં સંડોવાયેલા આરોપીઓના જામીન થઇ ગયા હોવાની વાત જાણીને આઇએમએના તબીબોએ ફરી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો છે. આ

ઇએમએના પદાધિકારી ડો. પરેશ મજમુદારે જણાવ્યું કે, ‘આરોપીઓને જામીન મળી ગયા હોવાનું જાણ્યું છે. પ્રિવેન્શન ઓફ ગુજરાત મેડિકલ સર્વિસિસ પર્સન્સ એન્ડ મેડિકલ સર્વિસિસ ઇન્સ્ટિટ્યૂશન પ્રિવેન્શન ઓફ વાયોલેશન એન્ડ ડેમેજ એન્ડ લોસ ઓફ પ્રોપર્ટી એક્ટ-2012 અંતર્ગત હુમલાનો ગુનો બીનજામીન પાત્ર છે. તેથી સોમવારે કમિશનરને આવેદનપત્ર આપીશું.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો