સંમેલનનું આયોજન:મહિલાઓ સહિત 350 લોકોએ સંમેલનમાં કહ્યું,દારૂબંધી હટાવો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ઉપરાંત સુરત, ​​​​​​​રાજકોટ, જામનગરના લોકો આવ્યા

ઇતિહાસમાં સૌપ્રથમ વાર દારૂબંધી હટાવવાની માગ કરતા લોકોનું સંમેલન રવિવારે વડોદરામાં મળ્યું હતું. વરસાદમાં પણ રાજ્યના 350થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને દારૂબંધીથી થતા નુકસાન અને તેને હટાવવાની સરકાર સમક્ષ માગ કરવા યોજના ઘડી હતી.

પ્રોહિબિશન ફ્રી ગુજરાત નામના સંગઠનના સ્થાપક રાજીવ પટેલના ગ્રૂપમાં હાલ રાજ્યભરના એક લાખ ઉપરાંત લોકો છે અને સોશિયલ મીડિયા પર એકબીજાના સંપર્કમાં રહતા હતા. બધાને રૂબરૂ મળી પ્રતિભાવ જાણવા સંમેલનનું આયોજન રવિવારે રેસકોર્સ સિટી બેંકની બાજુમાં કરાયું આવ્યું હતું. જેમાં રાજીવ પટેલના પ્રવચન બાદ રાજકોટ, અમદાવાદ, જામનગર, સુરત ઉપરાંત ગ્રામીણ લોકોએ દારૂબંધી હટાવી રાજ્યને બચાવવા હાકલ કરી હતી. સંમેલનમાં રાજીવ પટેલે જણાવ્યું કે, દારૂબંધીને કારણે રાજ્ય સરકારને આબકારી વેરાના કરોડોનું નુકસાન, ટુરિઝમને નુકસાન છે.

નકલી-હલકી ગુણવત્તાનો વિદેશી દારૂ પી વર્ષે અનેકના મોત થાય છે. દેશભરમાં સમાન કાયદો છે ત્યારે માત્ર ગુજરાતને અન્યાય કરવામાં આવે છે. આ રાઈટ ટુ ચોઇસના હક્ક પર તરાપ છે. દારૂબંધીના કારણે કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે અને તે નાણાં સીધાં પોલીસ અને નેતાઓ સુધી પહોંચતા હોવાનો આરોપ પણ પટેલે લગાવ્યો હતો. જેમાં હાજર સૌ લોકોએ સમર્થન આપ્યું હતું.

દારૂબંધી હટાવવાની માગમાં જોડાયેલી મહિલાઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી પોતાના પ્રતિભાવ આપ્યા હતા અને સરકાર સમક્ષ માગ પ્રબળ બનવાની ઈચ્છા જાહેર કરી હતી. અગાઉ દારૂ પીને પકડાયેલાઓને પોલીસ દ્વારા થતી હેરાનગતિથી બચાવવા ગ્રૂપ દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયો હતો. આગામી દિવસોમાં રાજ્યભરમાં આવાં સંમેલનનું આયોજન કરાશે, એમ રાજીવ પટેલે જણાવ્યું છે.

વરસતા વરસાદ વચ્ચે દારૂબંધી હટાવવાની માગ સાથે સંમેલન યોજાયું
વરસતા વરસાદમાં પણ દારૂબંધી હટાવવાની માગ સાથે વડોદરામાં સંમેલન યોજાયંુ હતું. જેમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારો સહિત મહાનગરોના નાગરિકોએ ઉપસ્થિત રહીને માગને પ્રબળ બનાવવા સંકલ્પ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...