તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:રાજ્યભરમાં 350 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ફાળવાયાં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જરૂરતમંદ દર્દીઓને 350 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અપાયાં હતાં. - Divya Bhaskar
જરૂરતમંદ દર્દીઓને 350 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અપાયાં હતાં.
  • VYO દ્વારા 3 કરોડનાં 500 મશીન ફાળવવાનું આયોજન
  • શહેરમાં જરૂરિયાતમંદોને 21 કોન્સન્ટ્રેટર મશીનો અપાયાં

વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને વીવાયઓ દ્વારા કોવિડ કેર ડ્રાઈવ અંતર્ગત સોમવારે વડોદરા સહિત રાજ્યનાં અલગ-અલગ સ્થળો પર 350 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન જરૂરીયાતમંદ હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના દર્દીઓને નિ:શુલ્ક ફાળવ્યાં હતાં. વડોદરામાં 21 મશીનોની ફાળવણી કરાઈ હતી.

વડોદરાના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના હસ્તે 21 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન દર્દીઓ માટે ફાળવાયા હતાં. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર તેમજ વીવાયઓ પરિવાર દ્વારા વ્રજધામ આધ્યાત્મિક સંકુલ તેમજ નરહરી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સમગ્ર દેશમાં કોવિડ કેર ડ્રાઈવર અભિયાન કાર્યરત કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત 500 ઓક્સિજન કોન્સનટ્રેટર, 25 બાયપેપ મશીન, 25 વેન્ટિલેટર તેમજ 18 ઓક્સિજન પ્લાન્ટ દર્દીઓની સેવામાં આપવાનું અભિયાન ચાલી રહ્યું છે.

વીવાયઓ અનુસાર, આવનારા સમયમાં કુલ 3 કરોડના ખર્ચે 5 લિટર અને 10 લિટરના 500 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન હોમ આઈસોલેશનમાં રહીને કોરોનાની સારવાર લેતા દર્દીઓને અપાશે.રવિવારે વીવાયઓ દ્વારા વડોદરામાં 1.28 કરોડના ખર્ચે 4 ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...