ડ્રાઇવરોની હડતાળ:વડોદરામાં પાલિકાના વ્હીકલ પૂલના 350 ડ્રાઇવર હડતાળ પર ઉતર્યાં, ‍ડ્રાઇવરોએ કહ્યું: 'પગાર કાપીને કોન્ટ્રાક્ટર અમારૂ શોષણ કરે છે'

વડોદરા2 વર્ષ પહેલા
કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 350 જેટલા ડ્રાઇવરને પૂરતો પગાર ન મળતા આજે વીજળીક હડતાળ ઉપર ઉતરી ગયા હતા
  • ‍સુપરવાઇઝર કહે છે કે, કર્મચારીઓના આક્ષેપો ખોટા છે, તેમ છતાં, તેમના પ્રશ્ન સાંભળી નિરાકરણ લાવીશું

વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પૂલ ખાતે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 350 જેટલા ડ્રાઇવરને પૂરતો પગાર ન મળતા આજે વીજળીક હડતાળ ઉપર ઉતરી ગયા હતા. તમામ કર્મચારીઓએ એક સાથે વાહનોની ચાવીઓ કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જમા કરાવી દેતા કોર્પોરેશનના તમામ વાહનોના પૈંડા થંભી ગયા હતા. કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં કોન્ટ્રાક્ટ સુપરવાઇઝરે વહેલી તકે કર્મચારીઓનો પ્રશ્ન હલ કરવાની હૈયાધારણ આપી છે.

કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા કામગીરી ઠપ
વડોદરા મહાનગરપાલિકાના ભૂતડીઝાંપા ખાતે આવેલા વ્હીકલ પુલમાં વર્ષોથી કોર્પોરેશનના વાહનો ચલાવી રહેલા ડ્રાઇવરોનો પગાર કાપી લેવામાં આવતા કર્મચારીઓએ વાહનોની ચાવી કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જમા કરાવી દઇ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા કામગીરી ઠપ થઇ ગઇ હતી. હડતાળ પડતા જ કોન્ટ્રાક્ટ કંપનીના સુપરવાઇઝર જીવનભાઇ દોડી આવ્યા હતા અને કર્મચારીઓની રજૂઆત સાંભળી બે-ત્રણ કલાકમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી.

સુપરવાઇઝરે કર્મચારીઓની રજૂઆત સાંભળીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી
સુપરવાઇઝરે કર્મચારીઓની રજૂઆત સાંભળીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી

‍ડ્રાઇવર કહે છે કે, કોન્ટ્રાક્ટર અમારૂ શોષણ કરે છે
ડ્રાઇવર રહેમાનભાઇએ જણાવ્યું હતું કે, અમે વર્ષોથી કોન્ટ્રાક્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરીએ છે. અમે આઠ કલાક નોકરી કરીએ છે. પરંતુ, કોન્ટ્રાક્ટર દ્વારા પગાર કાપી લેવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પ્રતિમાસ રૂપિયા 700 જેટલો પગાર કાપી લેવામાં આવે છે. કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે.

કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા કામગીરી ઠપ થઇ ગઇ હતી
કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા કામગીરી ઠપ થઇ ગઇ હતી

સુપરવાઇઝરો અમારો પગાર કાપી લે છે
અન્ય એક ડ્રાઇવરે જણાવ્યું હતું કે, અમે છેલ્લા 14 વર્ષથી નોકરી કરીએ છે. જ્યારે નોકરી લાગ્યા ત્યારે અમારો પગાર રૂપિયા 1200 હતો. આજે 9 હજાર પગાર છે. પરંતુ, કોન્ટ્રાક્ટ કંપનીના સુપરવાઇઝરો દ્વારા યેનકેન કારણોસર પગાર કાપ કરી દેવામાં આવે છે. અમે કોન્ટ્રાક્ટ કંપનીના સુપરવાઇઝરને રજૂઆત કરી છે. રજૂઆત પછી પણ જો અમારો પ્રશ્ન હલ નહીં થાય તો અમે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીશું.

દર મહિને 700 રૂપિયા પગાર કાપી લેવામાં આવતો હોવાનો ડ્રાઇવરોનો આક્ષેપ
દર મહિને 700 રૂપિયા પગાર કાપી લેવામાં આવતો હોવાનો ડ્રાઇવરોનો આક્ષેપ

સુપરવાઇઝર કહે છે કે, કર્મચારીઓના આક્ષેપો ખોટા છે
વ્હીકલ પૂલના 350 જેટલા ડ્રાઇવરો વીજળીક હડતાળ ઉપર ઉતરી જતા કંપનીના સુપરવાઇઝર જીવનભાઇ દોડી આવ્યા હતા. અને મામલો થાડે પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, કર્મચારીઓના આક્ષેપો ખોટા છે. તેમ છતાં, તેઓના પ્રશ્ન સાંભળીને વહેલી તકે નિરાકરણ લાવીશું.

અન્ય સમાચારો પણ છે...