બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ:વડસર ઇન્દિરાનગરનાં 35 ઘરો તોડી પડાયાં, શાળાથી આવેલી બાળાઓ દૃશ્ય જોઈ રડી પડી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
તૂટેલું ઘર જોઇ બાળાઓ રડી પડી. - Divya Bhaskar
તૂટેલું ઘર જોઇ બાળાઓ રડી પડી.
  • 35 પૈકી 5 પરિવારે વળતર લેવા નનૈયો ભણતાં ડિમોલિશનમાં મોડું થયું
  • વસાહતના રહીશો અને અધિકારીઓ વચ્ચે ચકમક

બુલેટ ટ્રેન માટેના ટ્રેક અને બ્રિજની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. ત્યારે મંગળવારે બપોરે વડસર ઇન્દિરાનગરનાં મકાનો તંત્રે તોડી પાડ્યાં હતાં. અચાનક આ કાર્યવાહી હાથ ધરાતા કેટલાક રહીશો અને તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ વચ્ચે ચકમક ઝરી હતી. જ્યારે કેટલીક બાળાઓ અને ભૂલકાઓ ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં. બુલેટ ટ્રેનની કામગીરી કરવાની હોઇ ઇન્દિરાનગર આવાસને તંત્ર દ્વારા અગાઉથી વળતર ચૂકવાયું હતું. વસાહતમાં 5 પરિવારે વળતર લેવાથી ઇન્કાર કરતાં ડિમોલિશનમાં વિલંબ થતો હતો.

મંગળવારે બપોરે રેલવે મામલતદાર તંત્ર અને પોલીસની ટીમો પહોંચી ડિમોલિશન શરૂ કરતાં રહીશોએ હોબાળો મચાવ્યો હતો. ડિમોલિશન અગાઉ ઘરેથી સ્કૂલે ગયેલી કેટલીક બાળાઓ અને ભૂલકાં પરત આવ્યાં ત્યારે તેમની નજર સામે વર્ષોથી રહેતાં હતાં તે ઘર તૂટીફૂટી ગયું હતું. આ દૃશ્ય નિહાળી તેઓ ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં. 35 મકાનો સંપૂર્ણપણે તોડી પડાયાં હતા. ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેનના પગલે વસાહતીઓને વળતર ચૂકવાયું છે અને હવે બુલેટ ટ્રેન માટેની કામગીરી એકાદ વર્ષમાં પૂરી કરવાનું સરકારનું આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...