• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 348 Children Study In Solar Powered Bus In Vadodara, Classrooms Are Set Up In The Bus With Computer, Internet, Projector And AC Facility

નવતર અભિગમ:વડોદરામાં સોલર સિસ્ટમથી ચાલતી બસમાં 348 બાળકો અભ્યાસ કરે છે, બસમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ, પ્રોજેક્ટર અને ACની સુવિધામાં વર્ગખંડ બનાવ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેરમાં સોલર સિસ્ટમથી ચાલતી બસમાં 348 બાળકો અભ્યાસ કરે છે - Divya Bhaskar
વડોદરા શહેરમાં સોલર સિસ્ટમથી ચાલતી બસમાં 348 બાળકો અભ્યાસ કરે છે
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની કોરોનાકાળમાં બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપવાની અનોખી પહેલ
  • આ વર્ગખાંડમાં વિવિધ વિસ્તારોના બાળકોને કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ભણાવવામાં આવે છે

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી પણ વધુના સમયગાળા દરમિયાન શાળાઓ બંધ રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન માધ્યમથી શિક્ષણ અપાઈ રહ્યું છે, ત્યારે બાળકોને શાળાના વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણની અનુભૂતિ મળે તે હેતુસર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. તેમણે શહેરના એસઆરએફ ફાઉન્ડેશનના સહયોગથી સોલાર સિસ્ટમથી ચાલતી બસમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ, પ્રોજેક્ટર તેમજ એર કન્ડિશનર જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વર્ગખંડ તૈયાર કર્યો છે.

હોમ લર્નિંગ, વર્ચ્યુઅલ ક્લાસીસ દ્વારા શિક્ષણ અપાય છે
વડોદરા શહેરના ભાથુજીનગર, સોનિયાનગર, વુડાના મકાન, બહ્માનગર, રાજીવનગર, દરજીપુરા, સવાદ ક્વાટર્સ અને વણઝારા ટેકરી સહિતના અન્ય વિસ્તારોના 348થી વધુ બાળકોને કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ભણાવવામાં આવે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગ, વર્ચ્યુઅલ ક્લાસીસ તેમજ શેરી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાની શરૂઆત કરવામાં આવી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની કોરોનાકાળમાં બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપવાની અનોખી પહેલ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની કોરોનાકાળમાં બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપવાની અનોખી પહેલ

શેરી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાની શરૂઆત
આ અંગે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના આચાર્ય અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નિરીક્ષક અને વહીવટ દિલીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજથી બે મહિના પહેલાં હું હરણીની શાળામાં નિરીક્ષક તરીકે ગયો હતો. ત્યાં એસઆરએફ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફિસર વિરલભાઈએ મને આ બસ બતાવી હતી. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગ, વર્ચ્યુઅલ ક્લાસીસ તેમજ શેરી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાની શરૂઆત કરાઈ છે.

આ વર્ગખાંડમાં વિવિધ વિસ્તારોના બાળકોને કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ભણાવવામાં આવે છે
આ વર્ગખાંડમાં વિવિધ વિસ્તારોના બાળકોને કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ભણાવવામાં આવે છે

વિદ્યાર્થીઓ-વાલીઓ તરફથી નવતર અભિગમને સારો પ્રતિસાદ મળ્યો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોને શાળામાં ભણવાની અનુભૂતિ થાય તે માટે મને બસમાં વર્ગખંડ બનાવવાનો વિચાર આવ્યો હતો. જે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ ગોહિલ અને શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ ખૂબ સારું પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. વળી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તરફથી પણ અમારા નવતર અભિગમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

બસમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ, પ્રોજેક્ટર અને ACની સુવિધામાં વર્ગખંડ બનાવ્યા છે
બસમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ, પ્રોજેક્ટર અને ACની સુવિધામાં વર્ગખંડ બનાવ્યા છે
શાળાના વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણની અનુભૂતિ મળે તે હેતુસર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે
શાળાના વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણની અનુભૂતિ મળે તે હેતુસર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે
આ વર્ગખાંડમાં વિવિધ વિસ્તારોના બાળકોને કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ભણાવવામાં આવે છે
આ વર્ગખાંડમાં વિવિધ વિસ્તારોના બાળકોને કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ભણાવવામાં આવે છે
અન્ય સમાચારો પણ છે...