એજયુકેશન:ગેટની પરીક્ષામાં પારૂલ યુનિ.ના 34 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 વિદ્યાર્થી ટોપ 1 હજારમાં અને 4 વિદ્યાર્થી ટોપ 100માં આવ્યા
  • દેશની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે ટેસ્ટ લેવાય છે

ગેટની પરીક્ષામાં શહેરના વિદ્યાર્થીઓ ઝળક્યા છે. પારૂલ યુનિવર્સિટીના 34 વિદ્યાર્થી ગેટની પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ચારે ટોચના 100માં સ્થાન મેળવ્યું છે. ગેટ એટલે કે ગ્રેજ્યુએટેડ એપ્ટિટ્યુડ ટેસ્ટ એન્જિનિયરિંગની પરીક્ષા દેશની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે લેવાય છે. પરીક્ષામાં પારુલ યુનિ.ના 34 વિદ્યાર્થી ક્વોલિફાય થયા છે. જે પૈકી 20 વિદ્યાર્થીએ ટોચના 1000 રેન્કમાં સ્થાન મેળવ્યું હતું. જેમાં 14 એ અંડર 500, 4 વિદ્યાર્થીએ ટોચના 100માં સ્થાન મેળવ્યું હતું.

પેટ્રોલિયમ એન્જિ., એરોનોટિકલ એન્જિ., મિકેનિકલ એન્જિ., કમ્પ્યુટર સાયન્સ અને કેમિકલ એન્જિ. સહિત અસંખ્ય એન્જિ.વિભાગોમાંથી 34 વિદ્યાર્થીઓ આ સફળતા મેળવવામાં સક્ષમ પુરવાર થયા છે. માહી શાહની ઓલ ઈન્ડિયા રેન્ક 17 મેળવ્યો છે. જ્યારે નિતેશ પાલીવાલ એર 79, પ્રફુલ જોગચંદ એર 83, ધવલ પાનવાલા એર 90 અને અન્ય ઘણા વિદ્યાર્થીઓ જેમણે ઓલ ઈન્ડિયા રેન્ક 500ની અંદર મેળવી છે. જેમાં રોહન સોલંકી એર 121, પવન સિંહાદ્રી એર 155, જય ડાભી એર 159, કૃષ્ણાંશ ભરત ચંદારાણા એર 217, ચિરંજીત દાસ એર 239, મૃણાલ કુમાર એર 259, દીપેન્દ્ર કુમાર દેવાંગન એર 287, અદિતિ અનીલ એર 316 , નિસર્ગ કનકસિંહ રાઠોડ એર 423 અને કુશી જિતેન્દ્ર મોઢા એર 469 નો સમાવેશ થયો છે.

અન્ય સમાચારો પણ છે...