ફરી રિંગ:રેઇન વોટર રિચાર્જ પ્રોજેક્ટ માટે 34% વધુના ભાવ આવ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 પ્રયાસ પછી ઝોન દીઠ 1-1 ઇજારદારે ટેન્ડર ભર્યું
  • 34 ટકા​​​​​​​ વધુનું ભાવપત્રક મંજૂરી માટે સ્થાયીમાં મૂકાતાં ચર્ચા

પાલિકાના 4 ઝોનમાં ડીપ રિચાર્જ બાય રેઇન વોટર પ્રોજેક્ટ માટે 6 પ્રયત્ન પછી એક-એક જ ઇજારદારે રસ દાખવ્યો છે. સત્તાધીશોએ 34 ટકા વધુ મુજબના ભાવપત્રક મંજૂરી માટે સ્થાયીમાં રજૂ કરતાં ચર્ચાનો વિષય બન્યો છે. ભૂગર્ભ જળ ઊંચું આવે તે માટે પાલિકાએ ચારેય ઝોનમાં ‘ડીપ રિચાર્જ બાય રેઇન વોટર’ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા કરી હતી.

જેમાં પૂર્વ ઝોનમાં પાવન એન્ટરપ્રાઇઝે 34 ટકા વધુ, પશ્ચિમમાં એકમે કન્સ્ટ્રક્શને 34 ટકા વધુ, દક્ષિણમાં એકમે કન્સ્ટ્રક્શને 34 ટકા વધુ અને ઉત્તરમાં દેવાંગી કન્સ્ટ્રક્શને 34.51 ટકા વધુ મુજબ 1.34 કરોડના ભાવપત્રક રજૂ કર્યા છે. જે મંજૂરી માટે સ્થાયીમાં મૂકાયા છે. હવે જોવાનું રહ્યું કે રોડ માટે બૂમો પાડનાર સભ્યો આ કિસ્સામાં રિંગ બનાવનાર સામે બૂમો પાડશે ખરા?

વધુ 4 સક્શન મશીનોની ખરીદી કરાશે
શહેરની હદ અને વસતીમાં વધારો થયો છે ત્યારે ગટરો ઉભરાવવાની સમસ્યા વધી છે. જેના કારણે લોકોની ફરિયાદોમાં વધારો થયો છે. જેને પગલે પાલિકા દ્વારા વધુ 4 સક્શન મશીનો ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે સક્શન મશીનો ખરીદી માટે 14.85 ટકા વધુનું 1.47 કરોડનું ભાવપત્રક આવ્યું છે, જે સ્થાયી સમક્ષ રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...