• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 3.37 Lakh Votes Including Gold Jewelery Stolen From The House Of A Chartered Accountant In Vadodara Who Went To Himachal Pradesh With His Wife

તસ્કરો ત્રાટક્યા:પત્ની સાથે હિમાચલપ્રદેશ ગયેલા વડોદરાના ચાર્ટડ એકાઉન્ટન્ટ ઘરમાંથી સોનાના ઘરેણાં સહિત 3.37 લાખની મત્તાની ચોરી

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રેસકોર્સ સર્કલ પાસે આવેલી દીપમંગલ સોસાયટીમાં ચોરી થઇ
  • પુત્ર અને પુત્રવધુ પણ મકાનને તાળું મારીને મુંબઇ ગયા હતા

વડોદરાના રેસકોર્સ સર્કલ પાસે આવેલી દીપમંગલ સોસાયટીમાં ચાર્ટડ એકાઉન્ટન્ટના ઘરમાંથી સોનાના ઘરેણાં સહિત 3.37 લાખની મત્તાની ચોરી થઇ હતી. આ મામલે ગોત્રી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ચાર્ટડ એકાઉન્ટન્ટ પત્ની સાથે હિમાચલપ્રદેશ ગયા
વડોદરાના રેસકોર્સ સર્કલ પાસે આવેલ દીપમંગલ સોસાયટીમાં રહેતા મયુર કિશોરચંદ્ર સ્વાદિયા ખાનગી કામોનીમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 5 નવેમ્બરના રોજ મયુરભાઇ પત્ની સાથે હિમાચલપ્રદેશ ખાતે ગયા હતા. આ સમયે ઘરે હાજર પુત્ર અને પુત્રવધુ 7 નવેમ્બરના રોજ મકાનને તાળું મારી મુંબઈ ખાતે ગયા હતા. દરમિયાન દિવાળીના તહેવાર બાદ 12 નવેમ્બરના રોજ ઓફિસમાં કામ કરતો પટાવાળો તેમના ઘરે બગીચામાં ફૂલછોડને પાણી નાખવા માટે ગયો હતો.

પટાવાળાએ ચોરી થયાની જાણ કરી
ત્યારે પટાવાળાને મકાનની દરવાજાની બાજુમાં આવેલ બારી તૂટેલી હાલતમાં જોવા મળી હતી. જેથી તેમણે ફોન કરી મયુરભાઇને જાણ કરતા મયુરભાઈ પત્ની સાથે તાત્કાલિક વડોદરા આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે તપાસ કરતા મકાનની બારી તૂટેલી હાલતમાં જોવા મળી હતી. જેથી તેઓએ ઘરમાં જઇને તપાસ કરતા મકાનમાં તમામ ઘરનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ત્યારે તેમણે પહેલા માળે આવેલા સ્ટોર રૂમમાં તપાસ કરતા તિજોરીમાંથી ચોરી થયાનું જાણવા મળ્યું હતું.

ઘરમાંથી 3.37 લાખની મત્તાની ચોરી
તેઓએ તિજોરીમાં તપાસ કરતા તસ્કરો તિજોરીમાંથી 10 તોલા સોનાના ઘરેણાં અને રોકડ રૂ. 40,000 મળી કુલ રૂ. 3.37 લાખની મત્તાની ચોરી કરીને નાસી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...