તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા શહેર અને જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ચોરીના 4 બનાવો પોલીસ સ્ટેશનોમાં નોંધાતા પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ રોજેરોજ ચોરીની ઘટનાઓ ને અંજામ આપી રહ્યા છે, તો બીજી તરફ નગરજનોની ઊંઘ હરામ થઇ ગઇ છે .
વાડી વિસ્તારના મકાનમાંથી 1.45 લાખની ચોરી
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા વાંકણકરના ખાંચામાં રહેતા શુભમ ભોઇટે આર્કિટેકની ઓફિસમાં નોકરી કરે છે. 31 જાન્યુઆરીના રોજ તેઓની પત્ની સાસરે ગઈ હોવાથી તેઓ મકાનને તાળું મારીને નોકરી ગયા હતા. જ્યાંથી પરત ફરતા મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો જણાય આવ્યો હતો અને ઘરમાં તપાસ કરતા તિજોરીના જ્વેલર્સ બોક્સમાં મૂકેલા 20 હજાર રૂપિયાની કિંમતની સોનાનું પેન્ડલ, 45 હજારની કિંમતની સોનાની ચેન, 20 હજારની કિંમતની સોનાની લકી, 20 હજારની કિંમતનું મંગળસૂત્ર, 10 હજારની કિંમતનું મંગળસૂત્ર , 8 હજારની કિંમતની સોનાની વીંટી, 20 હજારની કિંમતની સોનાની ચેન અને રોકડા રૂપિયા 2000 મળી 1.45 લાખની ચોરી થઇ હોવાની વિગતો સપાટી પર આવી હતી. આ બનાવ સંદર્ભે પાણીગેટ પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વારસિયા વિસ્તારમાં 1.77 લાખની ચોરી
બીજા બનાવમાં વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સંત કવર કોલોનીમાં રહેતા રાજેશ દાસવાણી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પહેલી ફેબ્રુઆરીના રોજ તેઓ મકાનને તાળું મારી સાસરીમાં ગયા હતા. જ્યાંથી પરત ફરતા મકાનના દરવાજાનું લોક તૂટેલું જણાઈ આવ્યું હતું અને ઘરમાં તિજોરીનો સામાન વેરવિખેર નજરે ચડયો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી રૂપિયા 20 હજારની કિંમતની સોનાની વીંટી, 4800ની કિંમત ચાંદીના સિક્કા નંગ 40, બે હજાર રૂપિયાની કિંમતની પાયલ, 300 રૂપિયાની કિંમતની ચાંદીની ગાય અને અલગ-અલગ પર્સમાં મૂકેલા રોકડા રૂપિયા 1.50 લાખ મળીને કુલ 1,77,100 રૂપિયાની મત્તા ચોરી નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું હતું.
ગેસ બોટલોની ડિલિવરી કરતા ટેમ્પોમાંથી ગેસનો બોટલ ચોરાયો
વડોદરા નજીક ઉંડેરા ગામે રહેતા સાજીદ ખાટકી ગેસના બોટલની ડીલેવરીનો ધંધો કરે છે પહેલી ફેબ્રુઆરીએ તેઓ એચપી ગેસની ઓફિસમાંથી ગાડીમાં ગેસના બોટલો ભરીને અલગ-અલગ વિસ્તારમાં ડિલિવરી કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન બાજવા કિસ્મતનગર સોસાયટી ખાતે ગાડી ઊભી રાખી હતી. આ સમયે રૂ.1400ની કિંમતનો ગેસનો બોટલ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ બનાવ સંદર્ભે જવાહરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શાળાના આચાર્યની ઓફિસમાંથી એલીઇડી ટીવી અને વજન કાંટાની ચોરી
વડોદરા નજીક સાવલી ખાતે મોટી ભાડોલ પ્રાથમિક શાળામાં ત્રાટકેલા તસ્કરો આચાર્યની ઓફિસના દરવાજાનો નકૂચો તોડી ઓફિસમાં પ્રવેશી 5 હજાર રૂપિયાની કિંમત ધરાવતુ એલઈડી ટીવી તથા 2355 રૂપિયાની કિંમતનો વજન કાટો મળીને કુલ 7355 રૂપિયાની મત્તા ચોરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ સાવલી પોલીસ મથકે નોંધાયો છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.