તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિસર્ચ:સોશિયલ મીડિયા પર 33 ટકા લોકો 60 મિનિટથી વધુ સમય વિતાવે છે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો.પરિદા ડોશી, રિસર્ચર - Divya Bhaskar
ડો.પરિદા ડોશી, રિસર્ચર
  • મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીનાં આસિ. પ્રોફેસરે દ્વારા સોશિયલ નેટવર્ક વિશે રિસર્ચ કરાયું
  • ગુજરાતનાં 4 મુખ્ય શહેરોના 1540 લોકો પર રિસર્ચ કરાયું

આધુનિક સમયમાં સમાજના લોકો માટે સોશિયલ નેટવર્ક સામાજિક, ભાવનાત્મક અને નાણાકીય હેતુ માટે સપોર્ટ સિસ્ટમ બન્યું છે. મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીનાં આસિસ્ટન્ટ પ્રોફેસરે વાઇસ ચાન્સેલરના ગાઈડન્સમાં સોશિયલ નેટવર્કની ઉપયોગિતા પર રિસર્ચ કર્યું છે.સોશિયલ નેટવર્ક માધ્યમના ઉપયોગ વિશે મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને બિઝનેસ મેનેજમેન્ટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. પરિંદા ડોશીએ પ્રોફેસર અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસના ગાઈડન્સમાં સોશિયલ નેટવર્ક વપરાશકર્તા પર રિસર્ચ કર્યું હતું.

અભ્યાસ માટે ગુજરાતનાં 4 મુખ્ય શહેરોના 1540 સોશિયલ નેટવર્ક વપરાશકારો પાસેથી પ્રાથમિક ડેટા મેળવવામાં આવ્યા હતા. તેમણે પ્રશ્નાવલીનો ઉપયોગ કરીને માહિતી એકત્રિત કરી હતી. આ રિસર્ચમાં જણાયું હતું કે, 56% સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરતા 18 થી 30 વર્ષની વય જૂથના હતા. 58 ટકા પુરુષો અને 42 ટકા સ્ત્રીઓ સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરતાં જણાયાં હતાં. જ્યારે 54% સોશિયલ નેટવર્ક વપરાશકારો સંયુક્ત કુટુંબ સાથે જોડાયેલા હતા, તેમજ 46 ટકા લોકો વિભક્ત પરિવારના હતા. 37% ગ્રેજ્યુએટ્સ સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરે છે, જ્યારે 30% પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએશન કરતાં પણ ઓછો અભ્યાસ ધરાવતા હતા.

11% પ્રોફેશનલ અભ્યાસ ધરાવતા હતા. સોશિયલ નેટવર્કની ઉપયોગિતા વપરાશકારોના વલણ, વર્તન, હેતુ અને ભાવિ ઉપયોગની મુખ્ય આગાહી કરતી હોવાનું જાણવા મળ્યું હતું. રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, 33 ટકા લોકો 60 મિનિટથી વધુ સમય સુધી સોશિયલ મીડિયા પર સમય વિતાવે છે. 42 ટકા વપરાશકારો દિવસમાં 30 થી 60 મિનિટ નેટવર્કનો ઉપયોગ કરતા હતા. 25 ટકા વપરાશકારો દિવસમાં 30 મિનિટથી ઓછા સમય માટે ઉપયોગ કરતા હતા.

માહિતી સ્ત્રોત અને સંપર્ક સેતુ તરીકે મુખ્ય ઉપયોગ
સંશોધનના નિષ્કર્ષમાં એવું તારણ આવ્યું હતું કે, સોશિયલ નેટવર્કમાં વિવિધ પ્રકારની સુવિધા અને ગુણવત્તા હોવાનું વપરાશકારો માની રહ્યા છે. કેટલાક લોકો વિવિધ હેતુઓ માટે સોશિયલ નેટવર્કનો પણ ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. મોટાભાગના લોકો મુખ્યત્વે શોધ અને માહિતી મેળવવા કે આપવા, તેમનો સંપર્ક સુધારવા અને જાળવવા અને પૈસા બચાવવા અથવા બનાવવા માટે સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...