તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકા લાચાર:સરકારના 33 વિભાગનો રૂા. 20 કરોડ વેરો બાકી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લોકોની મિલકત સીલ કરતી પાલિકા લાચાર

પાલિકા એક બાજુ વેરા વસુલાતની ઝુંબેશમાં ગરીબ મધ્યમ વર્ગના લોકોની દુકાનોને સીલ મારી દે છે, જયારે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ 33 વિભાગ ના બાકી રૂપિયા 20 કરોડની વસૂલાત કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ની મુખ્ય આવક ગણાતી મિલકત વેરાની આવકની વસુલાતમાં રાજકીય વગ ધરાવતા હોય તેવા વ્યક્તિઓ કે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની કરોડો રૂપિયાની બાકી વસૂલાતો કરવામાં વિલંબ થાય છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન અને કેન્દ્ર અને રાજ્ય સરકાર ના વિવિધ વિભાગો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રાન્ટ નહીં મળવાને કારણે કે પછી કોર્ટ મેટર હોય કે પછી તેમની વડી કચેરી ખાતેની રકમ ની મંજૂરી લેવાની બાકી હોય તેવા બહાના હેઠળ અંદાજે રૂપિયા 20 કરોડની માતબર રકમ આજ દિન સુધી વસૂલ કરવામાં આવી નથી જેને કારણે વિવાદ સર્જાયો છે.કેન્દ્ર અને રાજ્ય સરકારના 33 વિભાગો પાસેથી કોર્પોરેશન દ્વારા વેરાની વસુલાત કરાતી નથી. સામાન્ય પ્રજા દ્વારા જો વેરા ભરવામાં વિલંબ થાય તો તાત્કાલિક પગલા લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...