તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠકોના ફોર્મ:બરોડા ડેરીની 13 બેઠકો માટે એક દિવસમાં 32 ફોર્મ ભરાયાં, ડભોઇના દિલીપ પટેલે ભાજપના ખેસ વિના ફોર્મ ભર્યું

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કરજણમાં નિશાળિયા સામે અક્ષય પટેલના ટેકેદારે ફોર્મ ભર્યું

બરોડા ડેરીની 28 ડિસેમ્બરે યોજાનારી 13 બેઠકોની ચૂંટણીમાં ગુરુવારે એક જ દિવસમાં 32 ફોર્મ ભરાયા હતા. શુક્રવારે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થશે.બરોડા ડેરીની ચૂંટણીમાં પણ ભાજપ પ્રેરીત પેનલમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે. કરજણ સીટ પરથી જ સતીશ નિશાળીયા સામે અક્ષય પટેલના ખાસ ગણતા જગદેવસિંહ પરિહારે ફોર્મ ભરતા ફરી વખત ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે.

બીજી તરફ ગુરૂવારના રોજ નર્મદાભુવનના છઠ્ઠા માળે આવેલી પ્રાંત અધિકારી અને ચુંટણી અધિકારીની કચેરીમાં ભાજપ પ્રેરીત પેનલમાંથી દિનુમામા, જી.બી.સોલંકી, સતીશ નિશાળીયા સહિત અન્ય ઉમેદાવારો મળી કુલ 32 ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. બીજી તરફ ડેરીની ચૂંટણીમાં કોંગી નેતા દિલિપ પટેલ ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી તેવી અટકળો વચ્ચે આજે દિલીપ પટેલ દ્વારા ભાજપનો ખેસ પહેર્યા વગર જ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે તેઓ ભાજપ પ્રેરીત પેનલ સાથે પણ નજરે ચઢ્યાં ન હતાં.ઉલ્લેખનિય છે કે, બરોડા ડેરીના ડિરેક્ટરોની ચૂંટણી 28 ડિસેમ્બરના રોજ થશે,જેનું પરીણામ 29 ડિસેમ્બરના રોજ આવી જશે. ત્યારે 1 થી 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો