એક્શન:ગેસનું બિલ નહીં ભરનાર 31 જોડાણ બંધ કરી દેવાયાં

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવાપુરામાં બાકી 3.94 કરોડ વસૂલવા ઝુંબેશ
  • 6 મહોલ્લામાંથી 7.29 લાખની વસૂલાત કરાઈ

શહેરના નવાપુરા વિસ્તારમાં ગેસ બિલના બાકી લેણાંની વસૂલાત માટે સોમવારથી ઝુંબેશ શરૂ કરાઈ હતી. જે હેઠળ અલગ-અલગ 6 મહોલ્લામાંથી રૂા.7.29 લાખની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે બિલ નહીં ભરનાર 31 કનેક્શનને બંધ કરવામાં આવ્યાં હતાં.

પાલિકા અને ગેઇલ કંપનીના સંયુક્ત સાહસ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા શહેરમાં ઘરગથ્થુ ગેસનો પાઈપ મારફતે પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જેમાં નવાપુરા વિસ્તારના અલગ-અલગ મહોલ્લામાં 1121 ગ્રાહકોના રૂા. 3.94 કરોડ બાકી હોવાનું ધ્યાને આવતાં ગેસ વિભાગે તેની કડક ઉઘરાણી શરૂ કરી છે.

સોમવારે સવારથી ગેસ વિભાગની અલગ-અલગ ટીમોએ નવાપુરાના કહાર મહોલ્લા, પરદેશી ફળિયા, કોઠી પોળ, કાછિયા પોળ, કબીર મંદિર ફળિયા અને જૂની કાછિયાવાડમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં બાકી બિલના રૂા. 7.29 લાખ વસૂલ્યા હતા. જ્યારે ગ્રાહકોએ બિલ નહીં ભરતાં 31 જેટલાં કનેક્શનને તાત્કાલિક ધોરણે બંધ કર્યાં હતાં. બીજી તરફ બાયપાસ કનેક્શનમાં 3 મીટર બદલવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...