દર્દીઓને હાલાકી:વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલના 31 તબીબોની એકસાથે બદલી, જટીલ સર્જરીઓ અટવાશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગોત્રી GMERS હોસ્પિટલમાં રોજ 8થી 10 મેજર અને માઇનોર સર્જરી થાય છે
  • સર્જરીના સૌથી વધુ 6 પ્રાધ્યાપકોની બદલી, એનેસ્થેસિયાના તજ્જ્ઞ પ્રાધ્યાપકો પણ ખસેડાયા

ગોધરાની નવી જીઇએમઇઆરએસ હોસ્પિટલ માટે આગામી 2-3 દિવસમાં ઇન્સ્પેકશન થવાનું હોવાથી ગોત્રી જીએમઇઆરએસમાંથી 31 તબીબો-પ્રાધ્યાપકોની સાગમટે બદલી કરાઈ હતી. આ બદલી ગોત્રી હોસ્પિટલ અને કોલેજમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કારણ કે, ગોત્રી હોસ્પિટલ જ્યાં ટર્શરી કેર સેન્ટર છે. જટિલ સર્જરી કરવી પડે તેવા દર્દીઓ અટવાય તેવી શકયતા છેે. જ્યારે સર્જરી કરવા માટે નિષ્ણાત એનેસ્થેટિસ્ટની જરૂર પડતી હોય છે તે પૈકીના 2 તબીબોની પણ બદલી કરવામાં આવી છે.

તબીબોની બદલી કરાતા જટિલ સર્જરીઓ અટવાશે
ગોત્રી હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં રોજના સરેરાશ 3થી 5 મેજર સર્જરીઓ અને 7થી 12 જેટલી માઇનોર સર્જરી થતી હોય છે. હવે જ્યારે સર્જરી વિભાગના એચઓડી સહિતના 2 સહપ્રાધ્યાપક અને 3 મદદનીશ પ્રાધ્યાપક કક્ષાના તબીબોની બદલી કરાતા જટિલ સર્જરીઓ અટવાશે. કારણ કે, જે તબીબોની બદલીઓ થઇ છે તે ખૂબ જ અનુભવી અને નિષ્ણાત મનાય છે.

આ બદલીઓ આઇએએસ કક્ષાના અધિકારીઓ દ્વારા થયેલી
જટિલ સર્જરીના કિસ્સામાં જો સર્જરીના સમયે જ કટોકટી સર્જાય ત્યારે કંઇ અઘટિત બની જાય તો જવાબદાર કોણ રહેશે. સાગમટે થયેલી બદલીઓ વિશે જ્યારે કોલેજના ડીન ડો. મયૂર અડાલજાને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, ‘ આ બદલીઓ આઇએએસ કક્ષાના અધિકારીઓ દ્વારા થયેલી છે. મારા મતે આ બદલીઓથી કોઇ ફરક પડશે નહીં. આ ડેપ્યૂટેશન પર છે. ગોધરામાં વ્યવસ્થા ગોઠવાઇ જતા તેમના પરત બદલીના ઓર્ડર થઇ જશે.’ સૂત્રો મુજબ ગોધરામાં 2થી 3 દિવસમાં ઇન્સ્પેકશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ 31 તબીબોની ગોધરા ખાતે બદલી કરાઇ
સર્જરી

ડો. અમુલ ભેદી
ડો. સમીર રાય
ડો. અજીત ગોહિલ
ડો. આશિષ સચદેવ
ડો. ગૌરાંગ રૈયાણી
ડો. ભાવિન પટેલ
એનેસ્થેસિયા
ડો. વિશાલ શ્રીમાળી
ડો. મેન્યૂઅલ આઝિકાગત
ડો. સંતોષ દુબે
મેડિસિન
ડો. વર્ષા ગોડબોલે
ડો. ઇરફાન નાગોરી
ડો. ચિરાગ રાઠોડ
ફિઝિયોલોજી
ડો. વિના જસુઝા
ડો. બાલાજી ધુગારે
ડો. હિતેશ પટેલ
એનોટોમી
ડો. ઓજસ્વિની માલુકર
ડો. નીતા તન્ના
ડો. અજય રાઠવા
ફાર્મેકોલોજી
ડો. પ્રકાશ ભાભોર
ઇએન્ડટી
ડો. નિમિશા નીમકર
બાયોકેમિસ્ટ્રી
ડો. આશુતોષ ચૌહાણ
ડો. લિન્સી જેકોબ
ઓપ્થાલ્મોલોજી
ડો. હેમાલી પટેલ
પેથોલોજી
ડો. ધર્મેશ કપૂરિયા
ડો. પિયૂશ વાઘેલા
ટીબી એન્ડ ચેસ્ટ
ડો. આનંદ પટેલ
પીડિયાટ્રિક્સ
ડો. રિતેશ પરમાર
ઓબ્સ એન્ડ ગાયનેક
ડો. દીપા પિત્રે, ડો. રૂતિક થોરાત
ફોરેન્સિક મેડિસિન
ડો. શ્વેતા પટેલ
ડેન્ટિસ્ટ્રી : ડો. નૈયા પાઠક

ગોત્રી મેડિકલ કોલેજમાં શિક્ષણ પર અસર થશે
એક સાથે પ્રોફેસર કક્ષાના 5-5 અધ્યાપકો અને 12 સહપ્રાધ્યાપકોની બદલી થઇ છે. આ તમામ પોતાના વિષયમાં તજજ્ઞ મનાય છે અને બહોળો અનુભવ ધરાવે છે. થિયરીમાં જ નહીં પ્રેક્ટિકલમાં પણ વિદ્યાર્થીઓને આ પ્રાધ્યાપકોની ખોટ સાલસે. જોકે ડીને અભ્યાસમાં પણ વિદ્યાર્થીઓને કોઇ અસર નહીં પડે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બદલીઓમાં પૂર્વ ડીન ડો. વર્ષા ગોડબોલે અને સર્જરી વિભાગના હેડ ડો. અમૂલ ભેદીનો પણ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...