વડોદરા શહેરના સૌથી લાંબા 3.6 કિલોમીટરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજનું કામ તેના અંતિમ તબક્કામાં છે. બ્રીજના ઉપર 2 કિલોમીટર જેટલો પોર્શન તૈયાર થઈ ગયો છે અને આંબેડકર સર્કલથી રોકસ્ટાર સર્કલ સુધીનો બ્રિજના નીચે કામગીરી પૂર્ણ થતા પતરાની આડસો હટાવી લેવાઇ છે અને રસ્તો અવરજવર માટે ખુલ્લો કરવામાં આવ્યો છે.
બ્રિજની તમામ કામગીરી લગભગ ઇલેક્શન પહેલા પૂર્ણ થઈ જવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બ્રિજ પર અંદાજિત 2 કિલોમીટર જેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બીજી કામગીરી હાલમાં ચાલુ છે. રેસકોર્સ પાસે આંબેડકર સર્કલથી રોકસ્ટાર સર્કલ સુધી બ્રિજ નીચે મૂકવામાં આવેલી પતરાની તમામ આડસોને હટાવી લેવામાં આવી છે અને ત્યાં અવરજવર માટે રસ્તો ખુલ્લો કરી દેવાયો છે.
આ અંગે સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદારે જણાવ્યું હતું કે,આ રોડ પરથી રોડ 30 હજારથી વધુ વાહનો પસાર થાય છે. બ્રિજની ઉપર કારપેટિંગનું કામ ચાલી રહ્યું છે અને બે સ્પાન બે પોર્શનમાં બાકી છે. મતદાન પહેલા બ્રિજની ઉપરથી અવર-જવર થઈ શકે તે માટેની કામગીરી પૂર્ણ કરી દેવાશે. બ્રિજ પર રાઇડિંગ સરફેસ સ્મુધ થાય તે માટે માસ્ટિક આસ્ફલ્ટ આસપાસ પર કારપેટિંગ કરાયું છે જેનાથી જોઈન્ટ દેખાય નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.