100 કરોડ ડોઝની ઉજવણી:300 મહિલા કર્મીએ 10 માસમાં 24.40 લાખ લોકોને રસી આપી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દેશમાં 100 કરોડ રસીના ડોઝ થતાં અર્બન હેલ્થ સેન્ટરો પર રંગોળી પૂરી, દીવા પ્રગટાવી ઉજવણી કરાઇ હતી. - Divya Bhaskar
દેશમાં 100 કરોડ રસીના ડોઝ થતાં અર્બન હેલ્થ સેન્ટરો પર રંગોળી પૂરી, દીવા પ્રગટાવી ઉજવણી કરાઇ હતી.
  • રંગોળી પૂરી, દીવા પ્રગટાવ્યા

દેશમાં પ્રથમ અને બીજો રસીનો ડોઝ મળી કુલ 100કરોડ રસીના ડોઝ મુકવામાં આવતા ગુરુવારે સમગ્ર દેશ સાથે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ ઉજવણી કરાઇ હતી. વિવિધ અર્બન હેલ્થ સેન્ટરમાં મેયર મ્યુનિ. કમિશનર અને કોર્પોરેટરો સાથે આરોગ્ય કર્મીઓ દ્વારા રંગોળી પુરી,દિવડા પ્રગટાવી, એકબીજાનું મોઢું મીઠું કરાવી આકાશમાં બલુન ઉડાવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં ે ગરબા રમી ઉજવણી કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા અંદાજે 95% પ્રથમ ડોઝ અને તે પૈકીના બીજો ડોઝ લેનાર 7૦ ટકા લોકોને રસી મુકી દેવામાં આવી છે.

અર્બન હેલ્થ સેન્ટર ના અંદાજે 300 જેટલા મહિલા વેક્સિનેટરો દ્વારા જાન્યુઆરી મહિનાથી નવેમ્બર સુધીમાં 24.40 લાખ રસીના ડોઝ મૂકવામાં આવ્યા છે. આ મહિલા કર્મચારીઓને પણ ગુરુવારે સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. ગુરુવારે 11616 લોકોએ રસી મુકાવી હતી. જેમાં પ્રથમ ડોઝ લેનાર3607 અને બીજો ડોઝ લેનાર 8007 લોકો હતા. સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી 35 હજાર લોકોને રસીકરણ કરાયું છે. ગુરુવારે એકબીજાનું મોઢું મીઠું કરાવી સ્ટાફ દ્વારા ગરબા કરી ઉજવણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...