તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતન પરત:વડોદરા જિલ્લામાં ફસાયેલા મહારાષ્ટ્રના 300 સ્ટુડન્ટને આખી રાત ઉજગરો કરીને તંત્રએ નંદુરબાર પહોંચાડ્યા

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વડોદરા જિલ્લાની વિવિધ સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓને રાત્રે વડોદરા લવાયા
 • વિવિધ સ્તરે સંકલન સાધીને તંત્રએ 300 વિદ્યાર્થીઓને નંદુરબાર રવાના કર્યાં

વડોદરા જિલ્લા વહીવટી તંત્રએ બુધવારની રાતથી આજે વહેલી સવાર સુધી ઉજાગરો કરીને મહારાષ્ટ્રના 300 વિદ્યાર્થીઓને નંદુરબાર રવાના કર્યાં હતા. આ વિદ્યાર્થીઓ તેમના વતન નંદુરબાર પહોંચી ગયા છે.
9 બસમાં વિદ્યાર્થીઓને વતન મોકલવામાં આવ્યા
નોડલ અધિકારી અને નાયબ કલેક્ટર આર.પી જોષીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના 300 જેટલા વિદ્યાર્થીઓને તેમના રાજ્યમાં પરત મોકલવા આ વ્યાયામ કરવો પડ્યો હતો. આ વિદ્યાર્થીઓ વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં ભણતા હોવાથી જિલ્લા કલેક્ટરની સૂચના પ્રમાણે આ સંસ્થાઓ સાથે અનેકવિધ સ્તરે સંકલન કરવાની સાથે મહારાષ્ટ્ર શાસન સાથે સંકલન કરીને તેમને મોકલવાની પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવી હતી. ત્યારબાદ 300 વિદ્યાર્થીઓએ 9 બસ દ્વારા નંદુરબાર જવા પ્રસ્થાન કર્યું હતું.
તમામ વિદ્યાર્થીઓ સહીસલામત નંદુરબાર પહોંચી ગયા
વહેલી સવારે 9 બસો દ્વારા નંદુરબાર મોકલવામાં આવેલા તમામ વિદ્યાર્થીઓ સહીસલામત નંદુરબાર પહોંચી ગયા છે, તેમ નાયબ કલેક્ટર આર.પી.જોશીએ જણાવ્યું છે. આ બસોમાં વિદ્યાર્થિનીઓ પણ હતી. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત સંપર્ક જાળવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર પ્રશાસને આ લોકોને નંદુરબારથી તેમના ગામો સુધી પહોંચાડવા બસોની વ્યવસ્થા કરી હતી. ત્યાંના અધિકારીઓએ તમામ વિદ્યાર્થીઓ પહોંચી ગયાની પુષ્ટી કરી હતી તથા રાજ્ય સરકાર અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો