શહેરમાં આરોગ્ય વિશે નાગરિકોમાં જાગૃતિ ફેલાય તે હેતુથી રવિવારે વહેલી સવારે રનર્સ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોત્રી વિસ્તારની બેન્જામિન સ્કૂલ અને સીએટ કંપનીના સહયોગથી આ મેરેથોન યોજાઇ હતી. પોલીસ કમિશનર સમશેરસિંઘે આ મેરેથોનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે દોડવીરોને પ્રોત્સાહિત કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સિટી મેરેથોન અંતર્ગત 10 કિમી અને 5 કિમી એવી 2 કેટેગરીમાં યોજાઇ હતી. વડોદરાવાસીઓએ રૂટ પર ઠેર ઠેર વિવિધ ગીત-સંગીત સાથે દોડવીરોને વધાવી લીધા હતા. આ ઉપરાંત વિવિધ સ્થળોએ આકાશમાં ફુગ્ગાઓ છોડીને દોડવીરો અને ભૂલકાઓએ શાંતિનો સંદેશો પણ પાઠવ્યો હતો. દોડના આયોજક મિહિર પારેખે જણાવ્યું કે, કોરોનાકાળ બાદ જાતને તંદુરસ્ત રાખવા જાગૃતિ લાવવાના ભાગરૂપે આ દોડનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં જાણીતા દોડવીરો પણ જોડાયા હતા.
વિજેતાઓને વધાવાયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.