ભાસ્કર વિશેષ:કોરોના બાદ લોકોમાં તંદુરસ્તીની જાગૃતિ લાવવા યોજાયેલી રનર્સ મેરેથોનમાં 300 દોડવીરો દોડ્યા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 અને 5 કિમીની મેરેથોનનું પોલીસ કમિશનર સમશેરસિંઘે પ્રસ્થાન કરાવ્યું

શહેરમાં આરોગ્ય વિશે નાગરિકોમાં જાગૃતિ ફેલાય તે હેતુથી રવિવારે વહેલી સવારે રનર્સ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોત્રી વિસ્તારની બેન્જામિન સ્કૂલ અને સીએટ કંપનીના સહયોગથી આ મેરેથોન યોજાઇ હતી. પોલીસ કમિશનર સમશેરસિંઘે આ મેરેથોનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે દોડવીરોને પ્રોત્સાહિત કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સિટી મેરેથોન અંતર્ગત 10 કિમી અને 5 કિમી એવી 2 કેટેગરીમાં યોજાઇ હતી. વડોદરાવાસીઓએ રૂટ પર ઠેર ઠેર વિવિધ ગીત-સંગીત સાથે દોડવીરોને વધાવી લીધા હતા. આ ઉપરાંત વિવિધ સ્થળોએ આકાશમાં ફુગ્ગાઓ છોડીને દોડવીરો અને ભૂલકાઓએ શાંતિનો સંદેશો પણ પાઠવ્યો હતો. દોડના આયોજક મિહિર પારેખે જણાવ્યું કે, કોરોનાકાળ બાદ જાતને તંદુરસ્ત રાખવા જાગૃતિ લાવવાના ભાગરૂપે આ દોડનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં જાણીતા દોડવીરો પણ જોડાયા હતા.

વિજેતાઓને વધાવાયા

  • 10 કિમી દોડના વિજેતા
  • 10થી 29 વર્ષ : આશુતોષ જોશી, સચીન યાદવ, અમન શ્રેના
  • 30થી 44 વર્ષ : નેમચંદ કોલી, અજય સિંઘ, સાબિયાના મહારાણા
  • 45થી 54 વર્ષ : અનિલ ટોકરે, હરીશ ચંદ્રા, પ્રસાદ મેનન
  • 55 વર્ષથી વધુ : ગોરધન રાઠવા, શ્રીનિવાસભાઇ, સુપાદ પાટીલ
  • 5 કિમી દોડના વિજેતા
  • 30થી 44 વર્ષ : રેશ્મા ગૌડ, રેની જીનુ અને મીનાઝ નદફ
  • 45થી 54 વર્ષ : હેતલ પરીખ, સુશિલા સિંઘ, વિજ્યાલક્ષ્મી શિનોય
અન્ય સમાચારો પણ છે...