પેચવર્ક:20 દિવસ સુધી રોજ 300 મેટ્રિક ટન ડામર તૂટેલા રોડ પર પથરાશે

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાડા પૂરવા ખુદ મ્યુ.કમિશનરે પ્લાનિંગ બનાવ્યું
  • સવારે​​​​​​​ 8 થી રાતના 2 સુધી કેટલો ડમ્પર નીકળશે તેની પણ યાદી તૈયાર

શહેરમાં 28 કિમીની લંબાઈમાં રસ્તા તૂટી ગયા છે અને 60 હજારથી વધુ ખાડા પડી ગયા છે ત્યારે તેની મરામત કરવાનું આયોજન ખુદ મ્યુ. કમિશનર શાલીની અગ્રવાલે કર્યું છે. શહેરમાં તમામ વિસ્તારોમાં ખાડા પડી ગયા છે અને રોડ તૂટી ગયા છે ત્યારે હવે પેચવર્ક કરવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત મ્યુ.કમિ. શાલિની અગ્રવાલે સિટી એન્જિનિયર સહિત રોડ પ્રોજેક્ટના અધિકારીઓને સાથે રાખી અટલાદરાના હોટમિક્સ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. સામાન્ય રીતે આ કામગીરીમાં ઝોન અને રોડ પ્રોજેક્ટ વચ્ચે તો વાહન મશીનરી માટે મિકેનિકલ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ હોય છે.

અલબત્ત, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે પેચ વર્ક કરવા માઈક્રો લેવલનું આયોજન કર્યું છે અને સંબંધિત અધિકારી-કર્મચારીઓને જવાબદારી સોંપી છે. તેમણે સવારે 6 વાગ્યાથી રાત્રે બે સુધી દર બે કલાકે પ્લાન્ટમાંથી કેટલા ડમ્પર નીકળશે, કેટલા મેટ્રિક ટન ડામર નીકળશે, કયા વોર્ડને ફાળવાશે તે નક્કી કરી દીધું છે. પ્લાન્ટમાં ડ્રાઇવર અને કોન્ટ્રાક્ટરના સ્ટાફને શિફ્ટ મુજબ કામ સોંપવાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...