તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:3 દિવસની રજાના પગલે 300 કરોડના બેંક વ્યવહાર અટવાશે

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિવાળી પૂર્વે 1 લાખથી વધુ લોકોએ લોકરનો ઉપયોગ કર્યો
 • 17 નવેમ્બરના રોજથી બેંકો રાબેતા મુજબ ચાલુ થશે

દિવાળીના તહેવારોમાં બેંકોમાં 14, 15 અને 16 નવેમ્બર આમ ત્રણ દિવસ રજા રહેશે. જ્યારે 17 નવેમ્બરથી બેંકો રાબેતા મુજબ ચાલુ થશે. જ્યારે દિવાળીના રજાઓના પગલે શહેરની બેંકોમાં 300 કરોડના વ્યવહારો અટવાયા છે. જ્યારે 17 નવેમ્બરથી બેંકો રાબેતા મુજબ ચાલુ થશે. ઉલ્લેખનિય છે કે, ચાલુ દિવસે બેંક કર્મચારીઓને દિવાળી પેટે માત્ર 16 નવેમ્બરની જ રજા મળી છે.

14 નવેમ્બરે બીજો શનિવાર અને 15 નવેમ્બર રવિવારની રજા હતી. જોકે બેંકોમાં સતત 3 દિવસ રજા હોવાથી ખાતેદારોને કોઈ તકલીફ ન પડે તે માટે એટીએમમાં રૂપિયા ઈન્સ્ટોલ કરાયાં હતાં. જ્યારે દિવાળી પહેલા જ વેપારીઓ દ્વારા રોકડ રકમ ની ઉપાડ તેમજ બેંકોમાં ચેક ક્લિયરન્સ થઈ જાય તેની પૂરેપૂરી તકેદારી પણ રાખી હતી. જેથી કરીને દિવાળીમાં બેંકો બંધ હોય ત્યારે રૂપિયા અટવાઈ ન જાય. બેંક ઓફ બરોડાના અધિકારીએ જણાવ્યું હતું કે, દિવાળી પહેલાં શુક્રવાર સુધી બેંકોમાં રોકડની ઉપાડ અને જમા કરાવવા ધસારો પણ રહ્યો હતો.

દિવાળીમાં લોકો સોના-ચાંદીના ઘરેણા પણ પહેરતા હોય છે,લોકોએ 13 નવેમ્બર સુધી બેંકોના લોકરમાં રહેલા પોતાના દાગીના પણ કાઢી લીધા હતા. શહેરની બેંકોમાંથી દિવાળી પહેલાના બે દિવસમાં જ 1 લાખથી વધુ લોકોએ લોકરનો ઉપયોગ કર્યો હોવાનું બેંક કર્મચારીઓએ જણાવ્યું હતું.

કોરોનાને પગલે દિવાળીએ નવી નોટોની માગ ઘટી, બેંકોમાં પણ માંડ 40% જ આવી
દર દિવાળીએ વેપારીઓ, મોટા અધિકારી સહિતના લોકો બેંકોમાં નવી કડકડતી ચલણી નોટોની માગણી કરતા હોય છે. જોકે આ વર્ષે કોરોનાના પગલે લોકોની એકબીજાનાં ઘરોમાં અવરજવર મર્યાદિત હશે. જેથી નોટોની માગ કરતા લોકોની સંખ્યામાં ઘટ્યા હોવાનું બેંકિંગ અધિકારીઓનું કહેવું છે.

આ વર્ષે એસબીઆઇ અને બેંક ઓફ બરોડા જેવી મોટી બેંકોમાં નવી નોટો માંડ 40% આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ બેંકમાં ગત વર્ષે દિવાળીએ 22 કરોડની ચલણી નોટો આવી હતી. આ વર્ષે આ આંક માંડ 8.5 કરોડનો છે. બીજી તરફ બેંક ઓફ બરોડાના સૂત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષ કરતાં નવી ચલણી નોટો લગભગ અડધી ઓછી આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, ‘સામાન્ય રીતે લોકો આવીને 10નું બંડલ આપો એમ કહેતા હોય છે. તેઓ 10ની 100 નોટો માગતા હોય છે. પણ બેંકિંગમાં કામ કરતા કર્મચારીઓ માટે બંડલ એટલે 10-10ની 100 નોટના 10 પેકેટ હોય છે. ’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો