ભાસ્કર વિશેષ:ઉતરાયણ પર્વે કમાટીબાગ-મ.સ.યુનિ.માં 300 નાગરિકો એક કલાકમાં 50 સૂર્યનમસ્કાર કરશે, રાજ્યમાં 75 સ્થળે પણ યોજાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યોગના કાર્યક્રમ માટે ડ્રેસ કોડમાં સફેદ ટી શર્ટ અને બ્લેક પેન્ટ-પહેરણ રાખવામાં આવ્યાં
  • સવારે 7 થી એક કલાક સુધી કાર્યક્રમ યોજાશે

ગુજરાતમાં પ્રથમ વખત ઉતરાયણ પર એક સાથે 75 સ્થળ ઉપર એક સાથે સામૂહિક સૂર્ય નમસ્કાર કરવાનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. વડોદરામાં ઐતિહાસિક ઈમારત ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કરવા માટેનું આયોજન કરાયું છે.

ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા ખાતેના ડો.સોનાલી માલવીયાએ જણાવ્યું હતું કે, 300 સાધકો 14 તારીખે સવારે 7:00 થી 8 દરમિયાન એમ એસ યુનિવર્સિટી અને કમાટી બાગ ખાતે એક સાથે સૂર્યને નમસ્કાર કરશે તેમજ સમગ્ર રાજ્યમાં એક જ ડ્રેસિંગ રાખવામાં આવ્યું છે સફેદ ટીશર્ટ અને બ્લેક લોવરમાં આ સૂર્ય નમસ્કાર કરવામાં આવશે.

આનાથી લોકોનું આરોગ્ય પણ સુધરશે.ઉતરાયણમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોવાથી મકરસંક્રાંતિ થતી હોય છે અને તે વખતના સૂર્યના કિરણો આરોગ્યપ્રદ હોવાને કારણે ઉતરાયણનો પર્વ સાથે આરોગ્યને સાંકળતો અગાસીમાં જઇ પતંગ ચગાવવાનો ઉત્સવ શરૂ કરવામાં આવ્યો હોવાનું મનાય છે.

જેથી સમગ્ર દિવસ સૂર્યના કિરણો શરીરને મળે અને આખું વરસ આરોગ્યપ્રદ રહે. ઉલ્લેખનીય છે કે, સ્પોર્ટ્સ યોગ હેલ્થ આયુર્વેદ અને આધ્યાત્મ આ તમામ વિષયો ઉપર સૂર્ય નમસ્કાર અસર કરતું હોવાનું અને તમામ વિષયોમાં સકારાત્મક ઉર્જા મળે છે.

યોગની ડોક્યુમેન્ટરી તૈયાર કરાઇ હતી
ગત વર્ષે દેશમાં પ્રથમવાર દ્વારકાના દરિયા કિનારાથી માંડીને વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ સહિતના હેરિટેજ સ્થળો ઉપર યોગ સાધના દ્વારા ગુજરાતનો પરિચય આપતી ડોક્યુમેન્ટરી તૈયાર કરાઇ હતી. ફરી વખત ઉતરાયણના દિવસે આયોજન કરાયું છે.

1 કલાકમાં રાજ્યમાં 3825 સૂર્ય નમસ્કાર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાધકો દ્વારા જણાવ્યા મુજબ એક સાથે 75 જગ્યાએ સૂર્ય નમસ્કાર કરવામાં આવતા એક જ કલાકમાં 3825 સૂર્ય નમસ્કાર એક સાથે થશે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સૂર્ય નમસ્કારથી વ્યક્તિનું આધ્યાત્મિક જીવન પણ ઉન્નત બનતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...