વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 10માં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર રવિન્દ્ર પાડુંરંગ ભાંભરેએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ વરસાદી ગટર, પાણી અને ડ્રેનેજની કામગીરી તેમજ વરસાદી ગટરની ચેમ્બરોની જાળવણી અને નિભાવણીનું કામગીરી કરે છે.
15 હજારની મત્તાની ચોરીની ફરિયાદ
તેમના વોર્ડ નંબર 10માં ત્રણ મહિના પહેલા ધનેષ્ઠ કોમ્પલેક્ષ પાસે, ટીબી દવાખાના પાસે, રવૈયા નગર પાસે, ઓજસ પાર્ક સોસાયટી, વાસણા જકાતનાકા, યોગીનગર, ગાયત્રી નગર, અંબિકા નગર અને ગાયત્રી સ્કૂલ પાસેથી વરસાદી ચેમ્બરના લોખંડના ઢાંકણાની ચોરી થઇ હતી. આ સમગ્ર બાબતે તપાસ કરતા આ વિસ્તારમાથી વરસાદી ચેમ્બરના 30 ઢાંકણાની ચોરી થઇ હોવાનું જણાયું હતું. જેમાં એક ઢાંકણાની 500 રૂપિયા કિંમત ગણી કુલ 15 હજારની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાઇ છે.
પોલીસે ઢાંકણ ચોરનારા ત્રણને ઝડપ્યા
તાજેતરમાં લક્ષ્મીપુરા વિસ્તારમાં બે ઢાંકણા ચોરીના મામલે પોલીસે બાતમીના આધારે ત્રણ શખ્સો ગંગા ઉર્ફે શાસ્ત્રી કુંવરચંદ કોલી (રહે. અયોદ્યાનગર સોસાયટી, ગોત્રી રોડ, વડોદરા), કિમીલ ઉર્ફે બેરો સંતોષભાઇ વસાવા (રહે. નવાવુડાના મકાન ગોત્રી રોડ, વડોદરા) અને આસન ઉર્ફે સુરજ ચંદુભાઇ કોટવાણી (રહે. નવાવુડાના મકાન, ગોત્રી રોડ, વડોદરા)ને ઝડપી લીધા હતા. આ શખ્સોએ લક્ષ્મીપુરામાં બે ઢાંકણ ચોરી અને ગોત્રી વિસ્તારમાં બે ઢાંકણ ચોર્યાની કબૂલાત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.