• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 30 Competitions Will Be Organized By The Department Of Sports, Youth And Cultural Activities. Registration Can Be Done At Narmada Bhavan, Vadodara Till January 9.

કલા મહાકુંભ:રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 30 સ્પર્ધાઓ યોજાશે, 9 જાન્યુઆરી સુધીમાં વડોદરાના નર્મદા ભવનમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યકક્ષાએ પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડીયાપાવા સહિતની 30 સ્પર્ધા-કૃત્તિઓનું આયોજન થશે

રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી વડોદરા દ્વારા "કલા મહાકુંભ 2021-2022" નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ચાર વયજૂથમાં 6 થી 14, 15 થી20, 21 થી 59 અને 60 વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિઓ માટે વિવિધ 30 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં ઝોન/તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા પ્રદેશકક્ષા તથા રાજ્યકક્ષા એમ કુલ ચાર ભાગમાં સ્પર્ધાનું આયોજન થશે.

રાવણહથ્થો સહિતની ૩૦ વિવિધ સ્પર્ધા-કૃત્તિઓનું આયોજન
ઝોન/તાલુકાકક્ષાએ સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ અને જિલ્લાકક્ષાએ સ્કૂલબેન્ડ, લોકવાર્તા, છંદ-દોહા-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલશાયરી, સર્જનાત્મક કામગીરી, ઓર્ગન તથા પ્રદેશકક્ષાએ ઓડિસી, મોહિનીઅટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલિન તથા રાજ્યકક્ષાએ પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડીયાપાવા, રાવણહથ્થો સહિતની ૩૦ વિવિધ સ્પર્ધા-કૃત્તિઓનું આયોજન થશે.

9 જાન્યુઆરી-2022 સુધી ભરી શકાશે
સ્પર્ધાઓ માટે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની તા. 9 જાન્યુઆરી-2022 સુધી ભરી શકાશે. કલામહાકુંભ સ્પર્ધાઓનું રજીસ્ટ્રેશન ફોર્મ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, વડોદરા શહેર નર્મદા ભવન સી-બ્લોક, આઠમો માળ, જેલરોડ, વડોદરાથી મેળવીને તા. 9 જાન્યુઆરી-2022 સુધીમાં પરત જમા કરાવવાનું રહેશે, એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...