છેડતી:વડોદરાના નવનગરી ગામમાં ઘરમાં ઘૂસેલા ગામના 3 યુવકોએ ભાભી અને નણંદની છેડતી કરી, બે ભાઇઓને માર માર્યો

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઠપકો આપતા હુમલાખોરોએ પતિ અને જેઠ ઉપર ડંડા વડે કર્યો હુમલો

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના નવીનગરી ગામમાં એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસેલા ગામના ત્રણ યુવકોએ ભાભી અને નણંદની આબરૂ લેવાનો પ્રયાસ કરી પતિ અને જેઠને અપશબ્દો બોલી માર મારવાની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મારામારી છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતીને નણંદને બચાવી લીધી હતી
વાઘોડિયા તાલુકામાં આવેલા નવીનગરી ગામમાં રહેતી 20 વર્ષીય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે બપોરના સુમારે તે પોતે નણંદ સાથે ઘરમાં હાજર હતી. તે સમયે ગામમાં રહેતો વિજય ઉર્ફે ચાઈનો કાળીદાસ રાઠોડીયા તેના બે મિત્રો સાથે ઘરમાં ઘુસી આવ્યો હતો અને નણંદ સાથે અડપલા કરી બીભત્સ માગ કરી હતી. જેથી નણંદને બચાવવા યુવતી વચ્ચે પડતાં વિજયભાઈ તેનો હાથ પકડી છાતી ઉપર હાથ નાખ્યો હતો. તેમ છતાં પણ યુવતીએ નણંદને બચાવી આ અંગેની જાણ તેના જેઠને કરતા તેઓ વિજયભાઈના ઘરે ઠપકો આપવા ગયા હતા.

ઇજાગ્રસ્ત ભાઇઓને સારવાર અર્થે ખસેડાયા
ત્યાર બાદ ત્રણેય ઇસમો ફરી યુવતીના ઘરમાં ફાઇબર અને લાકડાના ડંડા લઈ ઘસી આવ્યા હતા અને યુવતીના જેઠનો પગ ભાગી નાખીને અપશબ્દો બોલ્યા હતા. આ દરમિયાન યુવતીનો પતિ આવી પહોંચતા હુમલાખોરોએ તેને પણ માર મારીને નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...