તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વડોદરા નજીક નેશનલ હાઈવે પર બાઈક પરથી પટકાતા 3 યુવાનના મોત, શરીરના ફુરચેફુરચા ઉડ્યા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બાઈક અકસ્માતમાં 3 યુવાનના મોત થતાં ટ્રાફિકજામ થઈ ગયો હતો - Divya Bhaskar
બાઈક અકસ્માતમાં 3 યુવાનના મોત થતાં ટ્રાફિકજામ થઈ ગયો હતો
 • અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનોએ હેલ્મેટ પહેર્યા નહોતા, પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામ પાસે નેશનલ હાઇવે પર બાઈક પરથી નીચે પટકાતા 3 યુવાનના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો પાદરા તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી જઇ કાર્યવાહી હાથ ધરી છે.

બાઈકને કોઇ નુકસાન ન થયું, પણ ત્રણેય યુવાને જીવ ગુમાવ્યા
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામ પાસે અકસ્માતનો ભોગ બનેલા 3 યુવાનો જે બાઈક ઉપર જઇ રહ્યા હતા. તે બાઈકને કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી, જોકે ત્રણેય યુવાનનોના બાઈક પરથી પટકાતા મૃત્યું થયા છે કે પછી કોઇ અજાણ્યા વાહનની ટક્કરે મોતને ભેટ્યા છે. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવી જાણ કરજણ પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને 108 એમ્બ્યુલન્સને બોલાવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઇ જવા માટે તજવીજ હાથ ધરી છે.

હાઈવે પર પડેલો યુવાનનો મૃતદેહ
હાઈવે પર પડેલો યુવાનનો મૃતદેહ

પ્રાથમિક તપાસમાં મૃતક 2 યુવાનો પાદરાના રહેવાસી હોવાનું ખુલ્યું
પોલીસને મૃતકોના ખિસ્સામાંથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. મોબાઇલ ફોનના આધારે અને બાઈકના નંબરના આધારે પોલીસે મૃતકોના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મોતને ભેટેલા 2 યુવાનો પાદરા તાલુકાના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.

મૃતકોના નામ
અજય માધાભાઈ કટારા(ઉ.22) (રહે, ઇટોલા ગામ, વડોદરા)
નિકુંજ ઘનશ્યામભાઈ વસાવા(ઉ.25), (રહે, ઠીકરીયા ગામ, પાદરા, વડોદરા)
વિશાલ નારણભાઈ વસાવા(ઉ.22), (રહે, ઠીકરીયા ગામ, પાદરા, વડોદરા)

બાઈકને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નહોતું
બાઈકને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નહોતું

એક પણ યુવાને હેલ્મેટ પહેર્યું નહોતું
નેશનલ હાઇવે ઉપર કરજણ તાલુકાના કંડારી ગામ પાસે બનેલા અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણે યુવાનો એક જ બાઈક ઉપર હતા. અને ત્રણે યુવાનો પૈકી એક પણ યુવાને હેલ્મેટ પહેર્યું ન હતું. અકસ્માત સર્જાતા રોડ ઉપર પટકાયેલા ત્રણે યુવાનો પૈકી યુવાનના ફુરચેફુરચા ઉડી ગયા હતા, પરંતુ, તેમની બાઈકને કોઇ મોટુ નુકસાન થયું નથી. આ બનાવને પગલે થોડા સમય માટે હાઇવે ઉપરનો ટ્રાફિક પણ ખોરવાઇ ગયો હતો. આ સાથે લોકોના ટોળા એકઠા વળી ગયા હતા. આ બનાવે ટોળે વળેલા લોકોમાં અરેરાટી ફેલાવી દીધી હતી.

મોતને ભેટેલા એક પણ યુવાને હેલ્મેટ પહેર્યું નહોતું
મોતને ભેટેલા એક પણ યુવાને હેલ્મેટ પહેર્યું નહોતું

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી
અત્રે આ બનાવ અંગે કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસને મૃતદેહોનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી દવાખાનામાં મોકલી આપી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મોતને ભેટેલા ત્રણે યુવાનો પાદરા તાલુકાના રહેવાસી હોવાનું બહાર આવ્યું
પોલીસની પ્રાથમિક તપાસમાં મોતને ભેટેલા ત્રણે યુવાનો પાદરા તાલુકાના રહેવાસી હોવાનું બહાર આવ્યું
પોલીસે સ્થળ પર દોડી જઇ કાર્યવાહી હાથ ધરી
પોલીસે સ્થળ પર દોડી જઇ કાર્યવાહી હાથ ધરી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો