દુર્ઘટના:જન્મદિવસ પૂર્વે હોટલની નીકમાં ડૂબી જતાં 3 વર્ષના રેયાંશનું મોત

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલકાપુરી ખાતે આવેલી હોટલ એક્સપ્રેસ રેસિડેન્સીની ઘટના
  • માતા સાથે બંને દીકરાઓ એક્સપ્રેસ હોટલમાં પાર્ટીમાં ગયા હતા

શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ રેસિડેન્સી હોટલની ટાંકીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. પોલીસ દ્વારા જાણવા મળ્યા મુજબ રવિવારે 3 વર્ષના બાળક રેયાંશની વર્ષગાંઠ હતી. શનિવારે તેનું મૃત્યુ થતાં રવિવારે સયાજી હોસ્પિટલ ખાતે તેનું પોસ્ટમોર્ટમ કરાયુ હતું.

સમગ્ર ઘટના અંગે સયાજી હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યા મુજબ ન્યુ અલકાપુરી ગંગોત્રી એડવાઇટ સોસાયટી ખાતે રહેતા અમિતકુમાર રોયનો 3 વર્ષનો પુત્ર રેયાંશ હોટલના પાર્ટી પ્લોટમાં આવેલી ટાંકીમાં શનિવારે સાંજે 7:00 વાગે ડૂબી જતા મોત નીપજ્યુ હતું.

સયાજીગંજ પોલીસ દ્વારા જાણવા મળ્યા મુજબ મૃતક રેયાંશના પિતા અમિતભાઈ બેંક ઓફ બરોડામાં ઓફિસર છે. જ્યારે તેનો મોટો ભાઈ નવરચના સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેની સાથે ભણતી છોકરીની વર્ષ ગાંઠ હોવાથી માતા સાથે બંને દીકરાઓ એક્સપ્રેસ હોટલમાં પાર્ટીમાં ગયા હતા. લોન અને રેસ્ટોરન્ટ વચ્ચે ત્રણ ફૂટની પાણીની નીક હતી. જ્યાં બે ફૂટ પાણી ભરેલું હતું. જેમાં છોકરો જાતે જ ભૂલથી પડી જતા તેનું મોત નિપજ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...