કાર્યવાહી:અપના બજારના 3 કર્મી ગેસ રિફીલિંગ કરતાં ઝડપાયા

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વડસર ખાતે ટેમ્પોમાંથી પાઇપથી ગેસ ટ્રાન્સફર કરતા હતા
  • ટેમ્પોમાં 16માંથી 4 સિલિન્ડરમાં ગેસ ઓછો મળ્યો

માંડવી અપના બજાર ગેસ એજન્સીમાંથી સિલિન્ડર ડિલિવરી કરવા ગયેલા 3 કર્મચારીઓ વડસર પાસે ટેમ્પામાં ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરતા જાગૃત નાગરિકના હાથે ઝડપાઈ ગયા હતા.મકરપુરા ડેપોની પાછળ આવેલી ગિરધર પાર્ક સોસાયટીમાં રહેતા રોનક શર્મા (ઉ.વ.34)ની ફરિયાદ અનુસાર 17 નવેમ્બરના રોજ બપોરે 12 વાગે ગેસ સિલિન્ડર ભરેલો થ્રી-વ્હીલ ટેમ્પો આવ્યો હતો. જેમાં બેઠેલા 3 વ્યક્તિઓ એક સિલિન્ડરમાંથી પાઇપ વડે બીજા ખાલી સિલિન્ડરમાં ગેસ ભરતા હતા. આ જોઈને રોનકે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી.

થોડાક સમયમાં પીસીઆર વાન આવી હતી. પોલીસે ટેમ્પો ચાલક રાજુ મનસારામ મોહીરે (રહે.વુડાના મકાન, વાઘોડિયા રોડ) અને બે મજૂરો આનંદ ભીમરાવ જાધવ (રહે. એકતાનગર, આજવા રોડ) અને પ્રવિણ નરેન્દ્ર ભામરે (રહે.વુડાના મકાન, વાઘોડિયા રોડ)ની અટકાયત કરીને માંજલપુર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. તોલમાપ વિભાગમાંથી નિરીક્ષક એ.બી.પ્રજાપતિ અને એ.જે.પ્રજાપતિ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

જ્યાં માંડવીના અપના બજાર એજન્સીના ટેમ્પામાં ઈન્ડેન કંપનીના કુલ 16 બોટલો મળી આવ્યા હતા. જેમાંથી 4 બોટલમાં વજન ઓછું મળ્યું હતું. પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરીને રોકડા રૂા.92 હજાર અને સિલિન્ડર ડિલિવરી કરવાનાં ચલણો કબજે કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...