તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિંદગી બચાવતુ અનોખુ તીર્થધામ:વડોદરાના પાસે સુમેરૂ નવકાર તીર્થ કોવિડ સેન્ટર ખરા અર્થમાં તીર્થધામ બન્યું, અત્યાર સુધીમાં 3 હજારથી વધુ દર્દીઓના જીવ બચાવ્યા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા અહીં જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે - Divya Bhaskar
વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા અહીં જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે
  • હાલ કોવિડ સેન્ટરમાં 350 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. 38 ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા છે

કોવિડ કેર સેન્ટરમાં દર્દી વાંકો વળીને આવે છે અને સાજો થઈને ઘરે પરત ફરે છે. હું 12 જ દિવસમાં સ્વસ્થ થયો છું. માત્ર 7 જ દિવસની સારવારથી હું કોવિડમાંથી બહાર આવી છું. મારી તબિયત હવે બિલકુલ સારી છે...આ શબ્દો છે સૂમેરૂ નવકાર તીર્થ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ સાજા થયેલા મિયાગામના નટવર પંચાલ, ક્રિષ્ના પંચાલ અને પ્રવિણાબેનના.. સૂમેરૂ નવકાર તિર્થ કોવિડ સેન્ટરના ડોકટરોની ટીમ દર્દીઓની સેવા માટે દિન રાત ખડે પગે રહે છે. જમવા સહિત તમામ વ્યવસ્થાઓ બહુ જ સરસ છે. એમ આ દર્દીઓ કહે છે.

નવકાર તીર્થ આજે દર્દી નારાયણોની સેવા સારવારનું કેન્દ્ર બન્યું
વડોદરા જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા સુમેરૂ નવકાર તીર્થ, કરજણમાં સંસ્થાની ધર્મશાળામાં જિલ્લા પ્રશાસન દ્વારા 500 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર કરજણ તથા આસપાસના કોવિડના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થયું છે. વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા અહીં જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સુમેરૂ નવકાર તીર્થ આજે દર્દી નારાયણોની સેવા સારવારનું કેન્દ્ર બન્યું છે.

દર્દીઓની સેવા સારવાર કરવા સાથે દવા, બે વેળાનું જમવાનું, ચા, નાસ્તો, સાબુ, કપડાં અને ટૂથ પેસ્ટ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે
દર્દીઓની સેવા સારવાર કરવા સાથે દવા, બે વેળાનું જમવાનું, ચા, નાસ્તો, સાબુ, કપડાં અને ટૂથ પેસ્ટ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે

3 હજારથી વધુ દર્દીઓ સાજા થઈને હેમખેમ પોતાના ઘરે પરત ફર્યા
સુમેરૂ નવકાર તીર્થના મેનેજર નરેશ પંડ્યા જણાવે છે કે, જિલ્લા પ્રશાસનના પીઠબળથી સંસ્થામાં સપ્ટેમ્બર-2020થી 500 પથારીનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાંથી અત્યાર સુધીમાં 3 હજારથી વધુ કોરોનાના દર્દીઓ સાજા થઈને હેમખેમ પોતાના ઘરે પરત ફર્યા છે. સરકાર, ટ્રસ્ટીઓ તથા દાતાઓના સહયોગથી જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. દર્દીઓની સેવા સારવાર કરવા સાથે દવા, બે વેળાનું જમવાનું, ચા, નાસ્તો, સાબુ, કપડાં અને ટૂથ પેસ્ટ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

આરોગ્ય કર્મયોગી દ્વારા દર્દીઓના ઓક્સિજન લેવલ ચકાસણી અને કાળજી એક સ્વજનની જેમ લેવામાં આવી રહી છે
આરોગ્ય કર્મયોગી દ્વારા દર્દીઓના ઓક્સિજન લેવલ ચકાસણી અને કાળજી એક સ્વજનની જેમ લેવામાં આવી રહી છે

હાલ 350 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે
સીમળીના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પાયલ સોલંકી કહે છે કે, હાલમાં આ સેન્ટરમાં 350 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સેન્ટરમાં 38 ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા છે એટલું નહીં અહીં ઓક્સિજનની કાયમી વ્યવસ્થા પણ ટૂંક સમયમાં ઉભી થઇ જશે. તબીબો અને પેરા મેડિકલ સહિત 15 જેટલા આરોગ્ય યોદ્ધાઓ દર્દીઓની પુરી સંવેદનશિલતા સાથે સેવા સારવાર કરી રહ્યા છે. આરોગ્ય કર્મયોગી દ્વારા દર્દીઓના ઓક્સિજન લેવલ ચકાસણી અને કાળજી એક સ્વજનની જેમ લેવામાં આવી રહી છે.

નવકાર તીર્થ આજે દર્દી નારાયણોની સેવા સારવારનું કેન્દ્ર બન્યું
નવકાર તીર્થ આજે દર્દી નારાયણોની સેવા સારવારનું કેન્દ્ર બન્યું

સુમેરૂ નવકાર તીર્થ સરકારને મદદરૂપ થઇ સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરી રહી છે
કોરોના મહામારીમાં ધાર્મિક, સેવાભાવી સંસ્થાઓ કોરોનાની કપરી પરિસ્થિતિમાં સરકાર સાથે ખભેખભો મિલાવી કામ કરી રહી સમાજ પ્રત્યે જેટલો થઈ શકે એટલો સહયોગ કરી સંકટની આ ઘડીમાં પ્રશાસન અને સરકારને મદદરૂપ થઇ સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરી રહી છે, જે સરાહનીય છે. ધાર્મિક સંસ્થાઓ આસ્થા ભક્તિનું કેન્દ્ર બનવા સાથે જીવ માત્રની સેવા કરી રહ્યા છે, ત્યારે સુમેરૂ નવકાર તીર્થ કોવિડના વ્યવસ્થાપનમાં સરકાર સાથે સહ ભાગીદાર બની દર્દી સેવા યજ્ઞમાં પોતાની આહુતિ આપી એક નવો રાહ ચિંધ્યો છે.

હાલ કોવિડ સેન્ટરમાં 350 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. 38 ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા છે
હાલ કોવિડ સેન્ટરમાં 350 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. 38 ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા છે
અન્ય સમાચારો પણ છે...