તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:પહેલા 114 દિવસમાં કોરોનાના 3 હજાર કેસ, હવે માત્ર 88 દિવસમાં 9 હજાર લોકો સંક્રમિત

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં 50 દિવસમાં 6 હજાર કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જ્યારે છેલ્લા 2 મહિનામાં જ કોરોના 28 ટકા કેસ આવ્યા છે. - Divya Bhaskar
શહેરમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં 50 દિવસમાં 6 હજાર કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જ્યારે છેલ્લા 2 મહિનામાં જ કોરોના 28 ટકા કેસ આવ્યા છે.
  • નવા 90 કેસ સાથે કોરોનાના કુલ પોઝિટિવ કેસ 21 હજારને પાર

મંગળવારના રોજ કોરોનાના નવા 90 કેસો નોંધાતાં હવે કુલ પોઝિટિવ કેસો આંક 21,000થી વધુ થઇ ગયો હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં સારવાર દરમિયાન 5 લોકોનાં મોત નિપજ્યાં હતાં. શહેરમાં છેલ્લા 2 મહિનામાં જ કોરોનાના 28% કેસો આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી સરેરાશ 29 દિવસે 3 હજાર કેસો નોંધાઇ રહ્યા છે. હાલમાં 1,373 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી 148 ઓક્સિજન પર અને 56 વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે.

કોરોનાની સારવાર દરમિયાન 5 દર્દીનાં મોત : હાલમાં શહેરમાં 1,373 દર્દી સારવાર હેઠળ
વડોદરામાં પહેલો પોઝિટિવ કેસ 20મી માર્ચે આવ્યા બાદ 29મી ડિસેમ્બર સુધીમાં કુલ 316 દિવસ થયા છે. કોરોનાની શરૂઆત થઇ ત્યારબાદના 114 દિવસમાં પહેલા 3 હજાર કેસો આવ્યાં હતા. ત્યારબાદના 50 દિવસોમાં જ બીજા 6,000 કેસો નોંધાયા હતા. ચોમાસા દરમિયાન કોરોનાના કેસો વધશે તેવી નિષ્ણાતો આગાહી કરી ચૂક્યા જ હતા. જ્યારે છેલ્લા 3 મહિનામાં 6 હજાર કેસો નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા 90 કેસો નોંધાયા હતા. જ્યારે સારવાર દરમિાયન 5નાં મોત નિપજ્યાં હતાં. શહેર-જિલ્લામાં આજે 74 ડિસ્ચાર્જ અપાયા હતા. આ સાથે અત્યાર સુધી ડિસ્ચાર્જ મેળવી ચૂકેલા કેસોની સંખ્યા 19447 છે. અત્યાર સુધી 236 સત્તાવાર મોત નોંધાઇ ચૂક્યા છે.

સપ્ટેમ્બર - ઓક્ટોબરમાં 50 દિવસમાં જ 6000 કેસો
શહેરમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં 50 દિવસમાં 6 હજાર કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જ્યારે છેલ્લા 2 મહિનામાં જ કોરોના 28 ટકા કેસ આવ્યા છે.

બ્રિટનથી આવેલા વધુ 2 પ્રવાસી પોઝિટિવ, કુલ 6
શહેરમાં બ્રિટનથી આવેલા લોકોનું સ્ક્રીનિંગ કરાતા 2 દિવસમાં 2ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા 6 થઇ છે. 10 દર્દીને કોરોનાનાં લક્ષણોના આધારે હોસ્પિટલોમાં દાખલ કરાઈ ચૂક્યાં છે. જ્યારે 3ને ડિસ્ચાર્જ અપાયો છે. ગોત્રીની એક હોસ્પિટલમાં અઠવાડિયાથી માત્ર બ્રિટનથી પરત ફરતા અને શંકાસ્પદ દર્દીઓ માટે અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો