આયોજન:PMની સભા માટે 3 હજાર બસો ફાળવાશે,10 પાર્કિંગ પ્લોટ બનશે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટ પર બે દિવસથી રનવે આસપાસ સફાઈ શરૂ
  • છોટાઉદેપુર, ભરૂચ, સંખેડાથી બસ આવશે

18મીઅે લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે યોજાનારી વડાપ્રધાનની સભામાં 2800 થી 3000 બસ આવશે. જ્યાં બસના પાર્કિંગ, બ્રેકડાઉન થવાની શક્યતા અને લોકોને લઈને પરત જવા સુધીની વ્યવસ્થા વડોદરા એસટી ડિવિઝન સંભાળશે. વડોદરા ડિવિઝનના અધિકારી દ્વારા જણાવ્યા મુજબ સભા સ્થળથી 1 કિમી સુધીના વિસ્તારમાં આવેલા 11 થી 20 નંબરના પાર્કિંગ એસટી વિભાગને એલોટ કરાયા છે. જોકે હજુ તેમાં બદલાવની શક્યતા છે.

એસટી વિભાગ સભા સ્થળ પર એનાઉન્સમેન્ટ, પાણી- શાૈચાલયની વ્યવસ્થા, બસ બગડે તેના માટે ક્રેઇન અને એચડી વિભાગના કર્મચારીઓ તહેનાત કરાશે. બસમાં પર જતા મુસાફરોને પણ હાઇવે સુધી જવામાં મુશ્કેલી નહીં સર્જાય. છોટાઉદેપુર, ભરૂચ, સંખેડા અને આસપાસના વિસ્તારોમાંથી બસ આવશે.

બીજી તરફ વડોદરા એરપોર્ટ વડાપ્રધાનના આગમન માટે સજ્જ થયું છે. એરપોર્ટને શણગારવા માટેની યોજના ન હોવાનું એરપોર્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટીએ રનવે અને આસપાસના વિસ્તારની બે દિવસથી સફાઈ હાથ ધરી છે. વીઅાઇપી 1 તરીકે રાષ્ટ્રપતિ, વીઅાઇપી 2 તરીકે ઉપરાષ્ટ્રપતિ અને વીઅાઇપી 3 તરીકે પીએમનો પ્રોટોકોલ હોય છે.

શહેરમાં 52 LED મૂકી કેન્દ્ર સરકારનાં 8 વર્ષની ઉપલબ્ધિના વીડિયો દર્શાવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વડોદરા ઉપસ્થિત રહેનાર છે ત્યારે પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં એલઇડી સ્ક્રીન મૂકી સરકારની 8 વર્ષની ઉપલબ્ધી દર્શાવાશે. પાલિકા ખાતે મેયર કેયુર રોકડિયા તથા મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ સાથે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

​​​​​​​જેમાં મહત્ત્વનાં સ્થળો અને સર્કલ પર એલઈડી સ્ક્રીન મૂકી કેન્દ્ર સ૨કા૨નાં 8 વર્ષની ઉપલબ્ધિની શોર્ટ ફિલ્મ અને વીડિયો પ્રસિધ્ધ કરાવવા તેમજ પ્રધાનમંત્રીના સ્વાગત માટે તમામ સરકારી કચેરીઓ-બિલ્ડિંગો અને ઐતિહાસિક ઇમારતો પર રોશની કરવા, એરપોર્ટથી સભાસ્થળ સુધીના માર્ગનું પેચવર્ક, રોડ-૨સ્તાનું કાર્પેટિંગ, ડિવાઇડરોના રંગ રોગાનની કામગી૨ી ક૨ાશે.

અન્ય સમાચારો પણ છે...