તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ઘરેથી ભાગેલી 3 કિશોરી પાલનપુરથી મળી આવી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ લોકેશનના આધારે પોલીસ શોધી કાઢી
  • ઘરે મૃત્યુ થતાં ગમગીન માહોલથી કંટાળીને કિશોરી 2 સહેલી સાથે ઘરેથી જતી રહી હતી

શહેરના નવાપુરા વિસ્તારમાં ઘરે કોઈને જાણ કર્યા વગર રૂા.1.50 લાખની રકમ લઈ નીકળી ગયેલી 3 કિશોરીઓને પોલીસે મોબાઈલ લોકેશનના આધારે પાલનપુર ખાતે આવેલી એક હોટલમાંથી શોધી કાઢી હતી. ત્રણમાંથી 1 સગીરાના ઘરે મૃત્યુ થતાં ગમગીન વાતાવરણથી કંટાળી ગયેલી કિશોરીએ પોતાની 2 બહેનપણીઓ સાથે ફરવા જવાનું નક્કી કરી કોઈને કહ્યા વગર જ ગુરુવારના રોજ સવારે ઘરેથી નીકળી ગઈ હતી.

આ અંગે સી ડિવિઝન એસીપી મેઘા તેવારે જણાવ્યું હતું કે, શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી 10માં ધોરણમાં અભ્યાસ કરતી 15 વર્ષીય કિશોરી તેની 16 અને 17 વર્ષની 2 બહેનપણી સાથે 13 મેના રોજ વહેલી સવારે ઘરેથી નીકળી ગઈ હતી. જે અંગે ત્રણેય કિશોરીઓના પરિવારોએ નવાપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

પોલીસને જાણ થઈ હતી કે, કિશોરી પોતાની સાથે મોબાઈલ પણ લઈ ગઈ છે. જેથી પોલીસની ટીમે મોબાઈલ ફોનનું લોકેશન મેળવતાં તે પાલનપુર પાસે એક હોટલમાં રોકાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પાલનપુર પોલીસનો સંપર્ક કરીને ત્રણેય કિશોરીને વડોદરા લાવવામાં આવી હતી.

પૂછપરછમાં કિશોરીએ જણાવ્યું હતું કે, ઘરમાં સ્વજનનું મૃત્યુ થતાં વાતાવરણ ગમગીન બની જતાં તે કંટાળી ગઈ હતી. જેથી ઘરમાં કોઈને પણ જાણ કર્યા વગર પોતાની બહેનપણીઓ સાથે ફરવા નીકળી ગઈ હતી. કિશોરી પોતાના ઘરેથી રૂા.1.50 લાખની રકમ પણ લઈને નીકળી હતી, જે પૈસા પણ પોલીસે પરત મેળવ્યા છે. જ્યારે નવાપુરા શી ટીમે ત્રણેય સગીરાઓનું કાઉન્સેલિંગ કરી ફરીથી આવું પગલુ નહીં ભરવા સમજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...