તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વાડીમાં 3 તસ્કરો 1.85 લાખની મતા ચોરી ફરાર

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરોને બાઇક પર થેલો લઇને જોતાં પીછો કર્યો
  • બુકાનીધારી તસ્કરોને જતાં જોઈ પડોશીએ બૂમાબૂમ કરી સોસાયટીના રહીશોને જગાડ્યા

શહેરના વાડી વિસ્તારમાં આવેલી ગોપાલનગર સોસાયટીમાં મકાનનું તાળુ અને નકુચો તોડીને પ્રવેશેલા 3 બુકાનીધારી ટોળકીએ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 1.85 લાખની મતાની ચોરી કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

વાડી વિસ્તારમાં સ્વામીનારાયણ સોસાયટીની પાછળ આવેલી ગોપાલનગર સોસાયટીમાં રહેતા પ્રકાશભાઇ કિશોરચન્દ્ર કાયસ્થે પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત 29 તારીખે સવારે તેઓ મકાન બંધ કરી પરિવાર સાથે સામાજીક કામ માટે સુરત ગયા હતા. દરમિયાન પાડોશીએ ફોન કરી તેમને જાણ કરી હતી કે તેમના મકાનનો ઝાંપો અને દરવાજો ખુલ્લા છે. બીજા પાડોશીએ તેમને જણાાવ્યું હતું કે તેઓ તેમના ઘેર જતા હતા ત્યારે ત્રણ બુકાનીધારી બાઇક ચાલુ કરી થેલો લઇને જતા હતા જેથી તેમણે બુમાબુમ કરી સોસાયટીના અન્ય રહીશોને જગાડયા હતા અને બુકાનીધારીઓનો પીછો કર્યો હતો પણ તે ભાગી છુટયા હતા.

બનાવની જાણ થતાં તેઓ સુરતથી વડોદરા દોડી આવ્યા હતા. તપાસમાં તેમના મકાનમાં ગત 29 તારીખે રાત્રી દરમિયાન મકાનના મુખ્ય દરવાજાનું તાળુ અને નકુચો તોડીને 3 બુકાનીધારી તસ્કરો પ્રવેશ્યા હતા અને રુમમાં રહેલી તીજોરીના તથા ચોર ખાના તાળા તોડી તીજોરીમાંથી અલગ અલગ પ્રકારના સોના ચાંદીના દાગીના (કિંમત 1.70 લાખ) તથા રોકડા 15 હજાર મળીને 1.85 લાખની મતાની ચોરી કરી હતી. પાણીગેટ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...