તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રહેણાક પ્રોપર્ટીમાં મંજૂરી વિના બનેલી 3 દુકાન સીલ

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા ધ્યાન રાખતી નથી, ફરિયાદ બાદ દોડે છે
 • આકાશદીપ સોસા.માં ઘરનો કોમર્શિયલ ઉપયોગ

હરણી સંગમ ચાર રસ્તા પાસેની એક સોસાયટીમાં રહેણાંક પ્રોપર્ટીમાં મંજૂરી વિના બનેલી ત્રણ દુકાનો પાલિકાએ સીલ કરી હતી.પૂર્વ ઝોનના વહીવટી વોર્ડ 2માં સમાવિષ્ટ સંગમ ચાર રસ્તાથી હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલી આકાશદીપ સોસાયટીના મકાન નંબર 15માં પરવાનગી લીધા વિના કોમર્શિયલ ઉપયોગ થતો હોવાની પાલિકાને ફરિયાદ મળી હતી. આ સ્થળે 3 દુકાનોનું બાંધકામ કર્યું હોવાની વિગતો તંત્રને ધ્યાને આવતાં ટીડીઓ ડિપાર્ટમેન્ટના વડા જીતેશ ત્રિવેદીની સૂચનાથી બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કેયુર મિસ્ત્રી સહિતનો સ્ટાફ, દબાણ શાખા તથા વારસિયા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મા ફાર્મસી, હેર સલૂન અને લેડીઝ ટેલરની 3 દુકાન સીલ કરી હતી.

શહેરમાં અસંખ્ય દુકાનો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ રહેઠાણ વિસ્તારમાં બની ગયા છે, પણ પાલિકા દ્વારા ચોક્કસ નીતિ નક્કી કરાતી નથી. રહેણાંક વિસ્તારમાં મંજૂરી િવના અનેક વ્યાપારિક સંકુલો અને દુકાનો થઈ જાય છે, પરંતુ પાલિકા કાર્યવાહી કરતી નથી. જ્યારે રહેણાંક જગ્યામાં દુકાનો શરૂ થઈ ગયા પછી તેના વિરોધમાં રહીશો રજૂઆત કરે અને મામલો સીએમ ઓનલાઇન સુધી પહોંચે તે બાદ જ પાલિકા એક્શનમાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો