સુવિધા:રૂ.17.24 કરોડ ખર્ચે 3 રોડ રિસર્ફેસિંગ-સિલકોટ કરાશે, વડદલા ગામમાં પાણીની લાઇન નખાશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે સ્થાયીમાં કામોને મંજૂરી માટેની ઉતાવળ

ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પૂર્વે પાલિકાએ સ્ટેન્ડિંગ કમિટીમાં અંદાજીત 33 કરોડનાં 31 કામો મૂક્યાં છે. 17મીએ મળનારી સ્થાયીની બેઠકમાં આ એજન્ડા મૂકી મંજૂરી અપાશે તેમ જાણવા મળ્યું છે. પાલિકામાં સમાવાયેલા વડદલા ખાતે પાણીની લાઈનનું નેટવર્ક નાખવા 3.70 કરોડ ખર્ચાશે. જ્યારે શહેરના 3 રોડ પર રિસર્ફેસિંગ અને એસી સિલકોટ માટે 17.24 કરોડનો ખર્ચ થશે. જ્યારે પબ્લિક વર્ક સમિતિમાં જાહેર કરાયેલા એજન્ડામાં ગણેશ વિસર્જન ટાણે નવલખીના કૃત્રિમ તળાવમાં પ્લાસ્ટિક પાથર્યું હતું.

જેમાં 45.12 ટકા વધુ 12.5 લાખના ખર્ચે પ્લાસ્ટિક પાથર્યાની દરખાસ્ત આવી છે.સામાન્ય રીતે બુધવારે એજન્ડા જાહેર થતા હોય છે અને શુક્રવારે સ્થાયીની બેઠક મળે છે, પણ તાત્કાલિક કામોને મંજૂરી આપવા શનિવારે એજન્ડા જાહેર કરી સોમવારે બેઠક યોજવાનું નક્કી કરાયું છે. ગુરુવારે મળેલી બેઠકમાં મુખ્ય એજન્ડા સિવાય 8 કામો મૂકી મંજૂરી અપાતાં ચૂંટણી પહેલાંનો ખેલ ખેલાઈ રહ્યો છે.

સ્થાયી સમિતિની બેઠકમાં કયાં કામોને મંજૂરી અપાશે

​​​​​​​રોડ પ્રોજેક્ટ શાખા

 • ગોત્રી કિશન ચાર રસ્તાથી લક્ષ્મીપુરા તળાવ રસ્તો 27 ટકા વધુ ભાવે 6.55 કરોડથી બનશે.
 • પંડ્યા હોટલથી છાણી જકાતનાકા સુધી 21 ટકા વધુ ભાવે 5.34 કરોડના ખર્ચે એસી સીલકોટ કરવાનું કામ
 • સોમા તળાવ ચાર રસ્તાથી મહાનગર સોસાયટી સુધી 26% વધુ ભાવથી 4.45 કરોડના ખર્ચે રિસર્ફેસિંગનું કામ

પાણી પુરવઠા શાખા પ્રોજેક્ટ

 • તરસાલી તરફ 23% વધુ ભાવે 3.70 કરોડના ખર્ચે એચએસ ફીડર નલિકા નખાશે

પાણી પુરવઠા વિતરણ

 • ઉત્તર ઝોન : વહીવટી વોર્ડ 1, 2, 3, 7 પાણીની લાઈન નિભાવણીનો વાર્ષિક ઇજારો 45-45 લાખ, વોર્ડ 13નો ઇજારો 40 લાખ
 • પશ્ચિમ ઝોન : વહીવટી વોર્ડ 8, 10, 11, 12 પાણીની લાઈન નિભાવણીનો વાર્ષિક ઇજારો 40-40 લાખ
 • પૂર્વ ઝોન : વહીવટી વોર્ડ 14-15નો પાણીની લાઈન નિભાવણીનો ઇજારો 45-45 લાખ
 • દક્ષિણ ઝોન : વહીવટી વોર્ડ 16, 17, 18, 19 પાણીની લાઈન નિભાવણીનો વાર્ષિક ઇજારો 45-45 લાખ

ડ્રેનેજ-વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા

 • પશ્ચિમ ઝોનમાં ડ્રેનેજ લાઈન નાખવાના વાર્ષિક ઇજારાનું કામ 16 ટકા વધુનો ભાવ 3 કરોડ
 • પશ્ચિમ ઝોનમાં હયાત વરસાદી ગટરના કામનો વાર્ષિક ઇજારો 75 લાખ
 • બોર્ડ 17 માં દર્શનમ એન્ટીકાથી સોમા તળાવ રીંગ રોડ કલવઢ સુધી કાચા કાચને પાકો કરવાનું કામ 42.68 ટાકા વધુ 2 કરોડનો ખર્ચ.
અન્ય સમાચારો પણ છે...