અમે મત નહીં આપીએ:પંચમહાલ અને છોટાઉદેપુરના 3 મતદાન મથકો જ્યાં એકપણ મત પડ્યો નહીં, ક્યાંક 25 વર્ષથી વિકાસ ન થતાં તો, ક્યાંક MLAએ વચન પૂર્ણ ન કરતા ચૂંટણીનો બહિષ્કાર

વડોદરા9 મહિનો પહેલા
સંખેડા તાલુકાના ગુંડેર ગામના મતદાન મથક પર એક પણ મત પડ્યો નથી
  • બોડેલીના કુંડી ઉંચા કલમ ગામની ગ્રામ પંચાયતની માંગણી પૂર્ણ ન થતાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો
  • કાલોલના નાવરિયા ગામના લોકોએ 25 વર્ષથી વિકાસ કામ ન થયો હોવાના આક્ષેપ સાથે મતદાનનો બહિષ્કાર કર્યો

પંચમહાલ અને છોટાઉદેપુરના 3 મતદાન મથકોમાં આજે એકપણ મત પડ્યો નહીં. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાવરિયા ગામમાં છેલ્લા 25 વર્ષથી વિકાસ નથી થયો, જેને લઇને ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ ઉપરાંત સંખેડા તાલુકાના ગુંડેર ગામમાં MLAએ વચન પૂર્ણ ન કરતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

નાવરિયા ગામમાં વિકાસ ન થતાં મતદાનનો બહિષ્કાર
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાવરિયા ગામના લોકોએ 25 વર્ષથી વિકાસ કામ ન થયો હોવાના આક્ષેપ સાથે મતદાનનો બહિષ્કાર કર્યો છે. નાવરિયા ગામમાં પંચમહાલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન મથક છે. ઘટનાને પગલે ચૂંટણી અધિકારી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા છે. નાવરિયા ગામના મતદાન મથકમાં 401 લોકોનું મતદાન છે. જોકે મતદાન થયુ નહોતુ. તંત્ર દ્વારા મતદાન કરવા માટે મતદારોને સમજાવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

નાવરિયા ગામમાં વિકાસ ન થતાં લોકોમાં આક્રોશ
નાવરિયા ગામમાં વિકાસ ન થતાં લોકોમાં આક્રોશ

ઉચ્છ નદી ઉપર છલીયું ન બનતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો
સંખેડા તાલુકાના ગુંડેર ગામના મતદારોએ ચૂંટણી બહિષ્કાર કરીને એક પણ મત નાખ્યો નથી. ગ્રામજનોએ ઉચ્છ નદી ઉપર છલીયું બનાવવાની માંગ ન સંતોષાતા ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. ગામના 450 જેટલા મતદારો પૈકી એક પણ મતદારે મત નાખ્યો નથી. મતદાન મથક બિલકુલ સુનુ રહ્યું હતું. ગુંડેરના ગ્રામજનોએ ગામ પાસે આવેલી ઉચ્છ નદી ઉપર છલીયું બનાવવાની માંગ કરી હતી, પરંતુ, ગત વિધાનસભાની ચૂંટણી વખતે ધારાસભ્યએ નદી ઉપર છલીયું બનાવવાની ખાતરી આપી હતી. જોકે, એ ખાતરી પોકળ પૂરવાર થતા આજે મતદારોએ ગામમાં બેનર મારીને ચૂંટણી બહિષ્કાર કર્યો છે. એક પણ મત ગામના એકેય મતદારે નાખ્યો નહોતો.

સંખેડા તાલુકાના ગુંડેર ગામમાં સૂત્રોચ્ચારો કરીને લોકોએ વિરોધ વ્યક્ત કર્યો
સંખેડા તાલુકાના ગુંડેર ગામમાં સૂત્રોચ્ચારો કરીને લોકોએ વિરોધ વ્યક્ત કર્યો

આખા ગામમાં રોષ જોવા મળ્યો
સ્થાનિકો જણાવ્યું હતું કે, ધારાસભ્યએ વચન આપ્યા બાદ નદી રક છલીયું બનાવી આપ્યું નથી. જેને લઇને આખા ગામમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી અમે આજે ભેગા થઇને ચૂંટણી બહિષ્કાર કર્યો છે અને મતદાન કર્યું નથી.

ગુંડેર ગામનું મતદાન મથક ખાલીખમ જોવા મળ્યું હતું
ગુંડેર ગામનું મતદાન મથક ખાલીખમ જોવા મળ્યું હતું

કુંડી ઉંચા કલમ ગામમાં મતદાનનો બહિષ્કાર
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ઉંચા કલમ ગામમાં મતદાન કર્યું નહોતુ. ગ્રામ પંચાયતની માંગણી લઇને ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા ગ્રામજનોએ મતદાન કર્યું નથી.

ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા હતા
ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા હતા
કુંડી ઉંચા કલમ ગામમાં મતદાનનો બહિષ્કાર
કુંડી ઉંચા કલમ ગામમાં મતદાનનો બહિષ્કાર